DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સ્ટાફ અને ઓક્સિજન નથી

Share to





જૂનાગઢનો ભેસાણ તાલુકો 42 ગામડાઓને ધરાવતો તાલુકો છે જેમાં ભેસાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય મોટાભાગના ગામડાઓના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે જેમાં તાજેતરમાં કોરોના એ ફરીમાથું ઉચક્યું છે એટલે કે ચોથો વેવ ચાલુ થયો છે જેમાં ભેસાણની હોસ્પિટલમાં બે વર્ષ પહેલા લાખોના ખર્ચે 20 બેડ નો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે પણ ઓક્સિજન જ નથી એટલે કોરોના ના 20 જેટલા કેસ આવે તો પણ અહીંયા 20 દર્દીઓ કોવિડની સારવાર લઈ શકે એમ છે પરંતુ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ભેસાણ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા છ મહિનાથી આ પ્લાન્ટ બંધ હાલતમાં છે હોસ્પિટલના તંત્રને પૂછવામાં આવ્યું તો તંત્રએ જણાવ્યું કે અમે છ મહિનાથી લેખિત મૌખિક ઉપર તંત્રને જાણ કરેલી છે હવે 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ બિલકુલ ધૂળ ખાય છે અને અત્યારે કોરોના ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યો છે રાજ્યમાં કોરોના કેસ આવવા લાગ્યા છે સરકાર પણ કોરોનાની તૈયારી કરી રહી છે હવે કોરોના માથું ઉચકે તો ઓક્સિજન પ્લાન્ટ ચાલુ ન હોવાથી દર્દીઓને સારવાર લેવા ક્યાં જવી અને બહાર સારવાર લેવા જાય પ્રાઇવેટ હોસ્પિટલમાં તો આ સારવાર ખૂબ જ મોંઘી પડતી હોય છે જેને કારણે ગરીબ દર્દીઓ ને ખર્ચ પણ પોસાય તેમ ન હોય ગયા કોરોના કાળ દરમિયાન ઓક્સિજન વગર તો હજારો દર્દીઓ મૃત્યુ પામ્યા હતા આજે ભેસાણની હોસ્પિટલમાં કોવિડ 19 નો કોઈ દર્દી આવે તો તેમને સારવાર જ નથી મળી શકે તેમ ઓક્સિજન અને કોવીડ વોર્ડનો જરૂરી સ્ટાફ છે જ નહીં આળસુ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડસે

મહેશ.કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed