જૂનાગઢ ના મેંદરડા તાલુકાના બગડુ ગામે કપિંગ થેરાપી નો ફ્રી નિદાન કેમ્પ હાઈસ્કૂલ ના પરિસર માં યોજાશે

Share toમેંદરડા ના બગડું ગામમાં ડોકટર પ્રતીક્ષા દ્વારા ફરી નિદાન કેમ્પમાં દર્દીઓના હઠીલા j રોગો જેવાકે ચામડી ના રોગ, કમર અને ગોઠણ ના દુખાવા , માથાના દુખાવાની સારવાર ડૉ.પ્રતીક્ષા વિના મૂલ્ય આપશે*

મેંદરડા તાલુકાના બગડુ ગામે કપિંગ થેરાપી માટેનો નિદાન કેમ્પ તદ્દન વિનામૂલ્ય આગામી તા. ૨૪ જાન્યુઆરી , રવિવાર ના રોજ યોજાનાર છે.
આ‌ કેમ્પ જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દાતાશ્રીઓ ના સહયોગથી યોજાનાર છે તેમજ બગડુ ગામના સરપંચ રસિકભાઈ વેકરીયા અને સમૂહ લગ્નના પ્રણેતા સામાજિક અગ્રણી હરસુખભાઈ વઘાસીયા આ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.આ કેમ્પમાં જૂનાગઢના જાણીતા કપિંગ થેરાપીસ્ટ ડૉ. પ્રતીક્ષા મેડમ દર્દીઓને સારવાર આપશે. આ કેમ્પ નું આયોજન બગડું ખાતે બસ સ્ટેશન ની બાજુમાં આવેલ હાઈસ્કૂલ ના પરિસર માં આગામી તારીખ 24 ને રવિવારના રોજ સવારે 10 થી 2 સુધી કરવામાં આવ્યું છે.જેમાં
ચામડીના રોગ, કમર, ગોઠણ અને માથાના દુખાવા ની તકલીફ સ્કીન એલર્જી અને ધાધર થી પીડાતા દર્દીઓ આ કેમ્પ માં વિનામૂલ્ય લાભ લઈ શકશે. ડૉ. શ્રી પ્રતિક્ષા એ જણાવ્યું હતું કે કપિંગ થેરાપી થી રોગપ્રતિકારક શક્તિ વધે છે, રક્ત પરિભ્રમણ સુધરે છે, શરીરને ડીટોક્સીકાય કરે છે ,ઉર્જા સ્તર અને માનસિક સ્પષ્ટતા વધે છે, ઝેર દૂર કરે છે પેશીઓ અને આંતરિક અવયવો ને ઉત્તેજિત કરે છે આ કેમ્પમાં વધારેમાં વધારે દર્દીઓ લાભ લેવા આવેએવું આમંત્રણ આપવામાં આવે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to