જૂનાગઢ માં ફરવા આવેલા વિશાલભાઇ રમેશભાઇ કાચા સુરતના વતનીનોરૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાય જતા સીસીટીવી કેમેરાથી જૂનાગઢ પોલીસ નેત્રમ શાખાએ શોધીને અરજદારને પરત કર્યો

Share to




જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
અરજદાર વિશાલભાઇ રમેશભાઇ કાચા સુરતના વતની હોય, અને તેમના મિત્ર સંજયભાઇ બાબુભાઇ રાઠોડ જૂનાગઢ ના વતની હોય, વિશાલભાઇ રમેશભાઇ કાચા જૂનાગઢ ફરવા આવેલ હોય. વિશાલભાઇ અને સંજયભાઇ કાળવા ચોકથી ભવનાથ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં રૂ. ૫,૦૦૦/- રોકડ, ઇયરફોન, પાંચ જોડી ચશ્મા તથા અન્ય જરૂરી સામાન હતો.
વિશાલભાઇએ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો થેલો મળેલ નહિ, જેથી આગળ શું કરવુ કોની મદદ લેવી તેની સમજ ન પડતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. દેવનભાઇ સિંધવ, સુખદેવભાઇ કામળીયા, અંજનાબેન ચવાણ, વિક્રમભાઇ જિલડીયા, એન્જીનીયર નિતલબેન મેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશાલભાઇ અને સંજયભાઇ જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા વિશાલભાઇ પોતાનો થેલો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે રિક્ષાનો રજી. નં. GJ-09-Z-6642 શોધેલ.
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિશાલભાઇ અને સંજયભાઇનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને વિશાલભાઇ કાચા આને સંજયભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
‌જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed