December 8, 2024

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે ગુનો નોંધ્યો, વનકર્મીઓને ધમકાવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો

Share to

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધાતા રાજકારણ માં હડકમ્પ મચી પામ્યો છે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે…

વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટના કર્મચારીઓએ AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન ધારાસભ્યએ વનકર્મીઓને ધમકાવ્યા હોવાની પોલીસને રજુઆત કરાઈ હતી. ધારાસભ્ય સામે ઇપીકો કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે…જોકે ફરિયાદ નોંધાતા તેઓ ના સમર્થક અને રાજકીય નજીક ના આગેવાનો માં હડકમ્પ મચી જવા પામ્યો છે

#DNSNEWS


Share to