ભરૂચ જિલ્લા ના નેત્રંગમાં એસીબીની સતત બીજી રેઇડ માં વન વિભાગના આરએફઓ 5 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાતા લાચીયા અધિકારીઓ માં ફફડાટ…
1.20 કરોડના નર્સરીના કામોના બાકી અને ચાલુ પેમેન્ટ પાસ માટે માંગી હતી 5 લાખની માંગણી વડોદરા એસીબીએ છટકું ગોઠવી લાંચ સ્વીકારતા જ આર.એફ.ઓને રંગે હાથ ઝડપી પાડ્યો હતો..
પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી :- સરફરાજ ઉમરભાઇ ઘાંચી, નોકરી- રેન્જ ફોરેસ્ટ ઓફીસર નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચ,ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફીસર, વર્ગ-૨, રહે- રેન્જ ફોરેસ્ટ કોલોની નેત્રંગ ગ્રામ પંચાયતની બાજુમાં નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ. મુળ રહે ઝંખવાવ, મંદિર ફળીયુ, તા. માંગરોળ, જીલ્લો- સુરત.લાંચની માંગણીની રકમ :- રૂા.૫,૦૦,૦૦૦/-લાંચમાં સ્વીકારેલ રકમ :- રૂા.૫,૦૦,૦૦૦/-
રીકવર કરેલ રકમ:- રૂા.૫,૦૦,૦૦૦/-
ગુનો બન્યા તારીખ, સમય તથા સ્થળ તા. ૦૩/૧૧/ર૦૨૩, કલાક:૧૭/૩૫ વાગે, મોજે. ઓમકાર કોમ્પલેક્ષની સામે રોડ ઉપર, અંકલેશ્વર નેત્રંગ હાઇવે રોડ ઉપર આક્ષેપિતના સરકારી વાહનમાં.આ કામના ફરીયાદીશ્રી નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરતા હોય અને તેઓ સરકારી કામના ઓનલાઇન ટેન્ડર ભરી તે ટેન્ડર પાસ થયે ટેન્ડરમાં જણાવેલ વિગતે કંન્ટ્રકશનને લગતુ કામ કરે છે.
અને તેઓએ સને-૨૦૨૨ માં વનવિભાગનું ટેન્ડર ભરતા ટેન્ડર મંજુર થતા ભરૂચ ખાતેથી કામ ચાલુ કરેલ. આ ટેન્ડરમાં નર્સરીનું કામ, તેમજ અલગ-અલગ પ્રકારના સીવીલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે રૂ.૧,૪૦,૦૦,૦૦૦/- જેટલુ બીલ ફરીયાદીએ આર.એફ.ઓ, નેત્રંગ અને આર.એફ.ઓ. ભરૂચને આપેલ જે કામના બીલ પેટેના રૂ. ૧,૨૧,૦૦,૦૦૦/- ફરીયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા અને બાકીના બીલ પેટે લેવાના થતા નાણા માટે આ કામના ફરીયાદી આ કામના આરોપી સરફરાજ ઘાંચી, આર.એફ.ઓ. નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચ નાઓને રૂબરૂમાં મળતા આ કામના ફરીયાદીને જણાવેલ કે તમારે જુના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો મને ઉચ્ચક રૂ. ૨૫,૦૦,૦૦૦/- આપવા પડશે. અને ચાલુ કામના પછીથી તમને જણાવતો રહીશ. આ રૂ. ૨૫,૦૦,૦૦૦/- આપશો તોજ હું આ બીલો ઉપર સહી કરી આગળ મોકલીશ. જેથી આ કામના ફરીયાદીએ તે વખતે હા પાડતા તેઓએ ઉપરોક્ત પેમેન્ટ રીલીઝ કરેલ. જેથી ફરીયાદીએ આ કામના આરોપી સરફરાજ ઘાંચીને રૂ. ૧૦,૦૦,૦૦૦/- આપી દીધેલા, અને બાકીના રૂ. ૧૫,૦૦,૦૦૦/- પાંચ-પાંચ લાખ કરી ત્રણ હપ્તે આપવાનું નક્કી કરેલ જે રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની રકમ આ કામના ફરીયાદી આ કામના આરોપી સરફરાજ ઘાંચીને આપવા માંગતા ના હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ તા. ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી પંચ-૧ રૂબરૂ રૂા. ૫,૦૦,૦૦૦/- માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કરતા એસીબી ના હાથે ઝડપાઈ જતા સમગ્ર પંથક માં સરકારી કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે……..
રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન