જૂનાગઢ ના અરજદાર પ્રકાશભાઇ મોહનલાલ ઠકરાર ના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનના ૨ બેગ ખોવાયેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકમાં શોધી કાઢી

Share to




_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર પ્રકાશભાઇ મોહનલાલ ઠકરાર જૂનાગઢના વતની હોય અને જરૂરી કામ સબબ જેનેલી શોપીંગ સેન્ટરથી રેલ્વે સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનના ૨ બેગ ખોવાયેલ હોય, જે બેગમાં સ્માર્ટ વોચ, કપડા, ડ્રાયફ્રુટ તથા અન્ય જરૂરી સામાન હોય.* રેલ્વે સ્ટેશન ઉતર્યા બાદ પ્રકાશભાઇને માલુમ પડેલ કે તેમની સાથે રાખેલ ૨ બેગ તેઓ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ છે. તેમણે આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સામાન મળેલ નહિ, જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી , પો.કોન્સ. પાયલબેન વકાતર, હિનાબેન વેગડા, એન્જીનીયર નિતલબેન મેહતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પ્રકાશભાઇ જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પ્રકાશભાઇ પોતાના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનના ૨ બેગ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ 23 U 7438 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે ૨ બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પ્રકાશભાઇના રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનના ૨ બેગ ગણતરીની કલાકમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રકાશભાઇ ઠકરારે જણાવેલ કે તેમને આ સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ સામાન પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનના ૨ બેગ ગણતરીની કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to