જૂનાગઢના ભેસાણમાં મહા ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદા ની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી છે
ગણેશ ચતુર્થી કે જે ગણેશ ચોથ નો તહેવાર ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે આ શુભ દિવસ ગણેશજી નો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે જેમાં સરદાર ચોકમાં અઢીસો જેટલી બહેનો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી બહેનો દ્વારા રોજ રાસગરબા મહા આરતી આરાધના મહાપૂજા લાડુ પ્રસાદ ધરીને ગણપતિ દાદા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્રહ્માકુમારી દીદી કંચનબેન ને અનોખો વિચાર આવ્યો અને તાલુકાના 42 ગામડાઓને ધરાવતું માત્ર એકજ બ્રહ્માકુમારી સંસ્થા યુનિટ હોય તાલુકા ભરમાં ગણપતિ દાદા નું એક પણ મંદિર ન હોય તો ગણપતિ દાદા નું વિસર્જન અને જળમાં પધરાવવા કરતા કાયમી માટે બ્રહ્માકુમારી યુનિટમાં ગણપતિદાદાનું સ્થાપન થાય તો 42 ગામડાઓના હજારો લાખો ભક્તો કાયમી દાદા ના દર્શન અને આરાધના કરી શકે તે માટે મોટી સંખ્યામાં બહેનો દ્વારા વાજતે ગાજતે દાદાની યાત્રા નીકળીને બ્રહ્માકુમારી યુનિટમાં સ્થાપના કરવામાં આવી હતી હવે ભક્તોને કાયમી દાદા ના દર્શન નો લાભ લઇ સક્સે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ