ઝગડીયા ના તવડી થી મુલદ સુધી નો માર્ગ બિસ્માર પરંતુ સ્થાનિક આગેવાનો તંત્ર સામે””” ચૂપ.”””

Share to

“”વર્ષો થી હાલાકી વેઠતી પ્રજા અને વાહન ચાલકો “”

સારકાર સામે કોઈ પણ રાજકીય પક્ષ આગેવાનોએ ઠોસ રજુઆત ના કરતા ઝગડીયા તાલુકામાંથી પસાર થતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો ની કમર તોડી રહ્યો છે..

પ્રતિનિધિ / સતીશ વસાવા,દૂરદર્શી ન્યૂઝ ઝગડીયાભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના મુલદ થી લઈ ઉમલ્લા ના તવડી સુધી માર્ગ મકાન વિભાગ ના તાબા હેઠળ આવતો માર્ગ જેસે થે વેસે ની સ્થિતિ મા થઈ જતા લોકો મા ક્યાંક ને ક્યાંક છૂપો રોષ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો મહિના પેહલા નવનિયુક્ત ઝગડીયા પ્રાંત કચેરી ખાતે એક મહિના ના ટૂંકા ગાળા માટે નિમાયેલા પ્રાંત અધિકારી દ્વારા તાલુકાના પડતર પ્રશ્નો અને સમશ્યા ને બને તેટલી જલ્દી દૂર કરવા માટે તેઓ એ પહેલ કરી હતી જેમાં મુલદ થી તવડી સુધી નો માર્ગ પણ એક મુખ્ય સમસ્યા હતી જેને ધ્યાને લઈ ઝગડીયા ના વહીવટી તંત્ર ને તેઓ એ આદેશ આપી આ પ્રશ્ન જેમ બને તેમ તેમાં પારદર્શિતા લાવી અને લોકો ને રાહત મળે તેવા પ્રયાશો હાથ ધર્યા હતા જેના સ્વરૂપે માર્ગમા પડેલ ખાડાઓને ડામર પેચિંગ સહીત ની કામગીરી કરવામાં આવી રહી હતી પરંતુ તાલુકાના પ્રાંત અધિકારીનો એક મહિના નો સમય ગાળો પૂર્ણ થતા તે માત્ર એક મહિના પૂરતું હોઈ તેમ ફરી રોડ ના કોન્ટ્રાકટર અને તાલુકાનુ વહીવટી તંત્ર ફરી આળસ મા ગરકાવ થઇ ગયું હોઈ તેમ રોડ રસ્તા ફરી તેની વાસ્તવિક સ્થિત મા રમતા થઇ ગયા છે..ઝગડીયા તાલુકાના મુલદ થી તવડી સુધી ના માર્ગમા મોટા ખાડા પડી ગયા છે તો કેટલાક વાહન ચાલકો નું કેહવું છે કે આના કરતા તો અમારા ખેતરો ના માર્ગ સારા છે સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ ની સ્થિત દયનિય થઇ જવા પામી છે કેટલીક જગ્યા ઉપર રોડ નું તો નામો નિશાન રહ્યુંજ નથી મોટા ખાડા તો ઠીક પરંતુ વાહનો કાદવમા ફસાઈ પડે છે તો કેટલાક ટુવહીલર સવાર સ્લીપ થઇ જતા અકસ્માત નો ભોગ પણ બન્યા છે લોકો નું કેહવું છે કે ઝગડીયા ના ધારાસભ્ય હોઈ કે સાંસદસભ્ય તેઓ દ્વારા રજુઆત તો કરવામાં આવી છે પરંતુ તેઓ ની વાત ને પણ કોઈ ગણકારતું નથી તેવું લાગી રહ્યું છે કોન્ટ્રાકટર પણ પોતાની મનમાની ચલાવી રોડ નું કામ યોગ્ય રીતે કરતા નથી માત્ર કાદવ અને મેટલ પુરી લોકો ની આંખો મા ધોળે દિવસે તારા બતાવતા હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે આ માર્ગ ને દુરુસ્ત કરવા માટે રાજકીય પક્ષો કોંગ્રેસ હોઈ બીટીપી હોઈ આમ આદમી પાર્ટી કે પછી સત્તાધારી બીજેપી આ માર્ગ ના સમારકામ ઉપર બોલવા કોઈ રાજી નથી ત્યારે આમ જનતા મુંગા મોઢે આ બધું સહન કરી રહી છે અને ક્યારે અચ્છે દિન આવશે તેની મીટ માડી રાહ જોઈ બેઠી છે..


Share to

You may have missed