. માંડવી તાલુકાના તડકેશ્વર વરેઠી ગામે તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત……..મહારાષ્ટ્ર, અક્કલકુવાનો યુવાન હાલ, લાંબા સમય થી પરિવાર સાથે મજુરી કામ કરવા માટે તડકેશ્વર આવી રહેતો હતો..

Share to
રિપોર્ટર….. નિકુંજ ચૌધરી

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ તડકેશ્વર ગામે મજુરી કરવા પરિવાર જનો સાથે અક્કલ કૂવા ગામેથી આવી રહેતો દિલીપ પ્રતાપ વસાવે ઉંમર વર્ષ આશરે (૨૦ થી ૨૨) જે ગતરોજ સાંજના સાત વાગ્યે નાં સમયે વરેઠી ગામના તળાવમાં ન્હાવા ગયો હતો. જ્યાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેની જાણ સરપંચ અને તડકેશ્વર પોલીસ ચોકી નાં જમાદારે માંડવી ફાયર ડિપાર્ટમેન્ટ ને જાણ કરતાં ની સાથે આજે વહેલી સવારે ફાયર ડિપાર્ટમેન્ટ ની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જેહમત બાદ દિલીપ પ્રતાપ વસાવે નો મૃત દેહ તળાવમાંથી શોધી કાઢ્યો હતો. ધટનાની જાણ વાયુવેગે પ્રસરતા ગામના લોકોનાં ટોળેટોળાં તળાવ પાસે ઉમટી પડ્યા હતા. માંડવી ફાયર ડિપાર્ટમેન્ટ ની ટીમે તળાવમાંથી યુવાનનો મૃતદેહ શોધી કાઢતા સ્થાનિક રહીશો અને સરપંચે ફાયર ડિપાર્ટમેન્ટ ની કામગીરી ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો


Share to