સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગમાં આજે સંમેલન યોજાશે

Share to


* ગાંધીનગર પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠકમાંથી વોકઆઉટ કયૉ બાદ ભારે ઉત્તજના

* ઝઘડીયા વિધાનસભાના આદિવાસી આગેવાનો જોડાશે

તા.૧૧-૦૯-૨૦૨૩ નેત્રંગ.

ઝઘડીયા વિધાનસભાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો સાથે ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં આજે નેત્રંગના સ્વામીનારાયણ મંદિરમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્થાનિક યુવાનોને જિલ્લાના ઉદ્યોગોમાં નોકરી-વ્યવસાયલક્ષી માર્ગદર્શન,ઉદ્યોગોમાં જિલ્લાના વિવિધ પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર લેન્ડ લુઝરોની નોકરીની સલામતી માટે ચર્ચા,જીએમડીસી લીંગનાઈટ પ્રોજેક્ટમાં ખેડૂતોની કિંમતી જમીન સંપાદન થનાર હોય આ ખેડુતોને યોગ્ય વળતર મળે તે માટેની ચર્ચા,તા.જીલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટેનું માર્ગદર્શન
અને વર્તમાન રાજકીય ગતિવિધિની ચર્ચા કરાવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠકમાંથી સાંસદ મનસુખભાઇ વસાવાએ વોકઆઉટ કયૉના ઘેરાપ્રત્યાધાતો સમગ્ર આદિવાસી વિસ્તારમાં પડ્યા છે.આવનાર સમયમાં ભરૂચ-નમઁદા જી.પંચાયત અને વિવિધ તા.પંચાયતમાં પ્રમખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર હોવાથી ભારે ભાજપમાં હાલ ભારે પ્રતિસ્પધૉ ચાલી રહી છે.નેત્રંગમાં યોજાનાર આદિવાસી સમાનના આગેવાનો સાથેની સાંસદ મનસુખભાઇ વસાવાના સંમેલન ઉપર સૌ કોઈની નજર રહેશ તેવું લાગી રહ્યું છે.સાંસદ મનસુખભાઇ વસાવા કંઈ નવાજુની કરે તો નવાઇ નહીં તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to