October 18, 2024

અમરેલી અને ધારી સ્ટેટ રોડ ઉપર એસટી બસનો અકસ્માત થતાં ધારાસભ્ય જેવી કાકડિયા એ ઘાયલોને હોસ્પિટલે પહોંચ્યાડ્યા

Share to


અમરેલીના ધારીના ધારાસભ્ય જે, વી, કાકડીયા ની સરાહનીય કામગીરી સામે આવી ધારીના છતડીયા ગામના પાટીયા પાસે ધોરાજી મહુવા એસટી બસ હોકળામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને અમુક લોકોને ફેક્ચર પણ થયા હતા જેમાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે ધારી ના ધારાસભ્ય જે,વી કાકડિયાને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાઅને આ ઘટના સ્થળે એકસીડન્ટ થતા બાજુના ખેતરના ખેડૂતે લોકોને જાણ કરી હતી ધારાસભ્ય દ્વારા 108 એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા તાત્કાલિક 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ઈજા ગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવા માટે વવસ્થા કરવામાં આવી હતી

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed