TET અને TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાને કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા 08-09-23 ઝગડીયા

ગુજરાતના તમામ TET અને TAT પાસ થયેલા ઉમેદવારો તેમજ બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ…

ઝઘડિયા પ્રાંત અધિકારીને મુખ્યમંત્રીને સંબોધીને બીટીટીએસ અને બીટીપી હોદ્દેદારોએ TET અને TAT પરીક્ષા ઉમેદવારોની જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે, આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોની ભરતી કરશે એટલે કે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક પ્રોજેક્ટ અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતી કરશે, ગુજરાતના તમામ TET અને TAT પાસ થયેલા ઉમેદવારો તેમજ બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થાથી નારાજ છે અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂર કરેલ શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ નિયમિત રીતે નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસદીઠ કાર્ય કરવાની યોજના ૨૦૧૫ થી અમલમાં મૂકી છે ત્યારથી માંડીને આજદિન સુધી શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનું ધ્યેય સમજીને પ્રવાસી શિક્ષકોને નિમણૂક ની પરંપરા બનાવી દીધી છે,

શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનો જાણે સાવ છેદ ઉડાડી દેવાયો છે, ભારત જ્યારે વિશ્વ ગુરુ બનવા તરફ ગતિશીલ થયાની વાતો થઈ રહી હોય ત્યારે અનેક ઉમેદવારને અન્યાય થવા સાથે કાયમી ધોરણે તેમને બેરોજગારની ઊંડી ખાઈમાં ધકેલવાનું કેટલે અંશે યોગ્ય છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો, છેલ્લા કેટલા વર્ષોથી રાત દિવસ મહેનત કરી અને ટાટ જેવી અઘરી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે અને વય મર્યાદાના લીધે યુવાનો બેરોજગારીમાં ધકેલાઈ જશે, દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી હોવા છતાં તેઓની વય મર્યાદાના નિયમના લીધે સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થઈ જશે, જે યોજનામાં શિક્ષકોનું પોતાનું જ ભવિષ્ય નક્કી નહીં હોય તો સ્વાભાવિક છે કે બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય હશે તેવો આક્ષેપ કર્યો હતો, વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે કાયમી શિક્ષકોની ભરતી કરવી આવશ્યક છે જેથી TET અને TAT પાસ બેરોજગાર ઉમેદવારો માટે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી વિનંતી કરી છે અને આ બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં મોટું આંદોલન કરવામાં આવશે તેવી જિંદગી ભરૂચ જિલ્લા બીટીટીએસ પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોએ ઉચ્ચારી હતી


Share to

You may have missed