“મેં એક્સિસ બેંક સે બોલ રહા હું” એમ કહી રાજપીપળા ના યુવાન સાથે થઈ CYBER છેતરપીંડી

Share to




હવે તમારા બેંક એકાઉન્ટ મા પૈસાજ ના હોય તો પણ તમે સુરક્ષિત નથી, નવા પ્રકારની ચિટિંગ નો કિસ્સો સમજવા જેવો છે

રાજપીપળા:- ગત 26 ઓગષ્ટ ને શનિવાર ના રોજ રાજપીપળા ની પંચવટી સોસાયટી મા રહેતા અને ખાનગી કંપની મા જોબ કરતા નિલેશભાઈ નામના યુવાન ના મોબાઈલ ઉપર એક ફોન આવે છે, સામે છેડે ની વ્યક્તિ નિલેશભાઈ ને કહે છે કે “હું એક્સિસ બેંક માંથી બોલું છું” તમારું પાનકાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક નથી, આથી એ લિંક કરવા માટે તમારે પ્રોસેસ કરવી પડશે, ત્યારે નિલેશભાઈ કહે છે કે હું સોમવારે બેંક મા જઈ ને પ્રોસેસ કરાવી દઈશ, પરંતુ સામે છેડે ની વ્યક્તિ તેમને એક કહી વિશ્વાસ મા લેછે કે તમારે એક્સિસ બેંક નાજ એપ્લિકેશન મા પ્રોસેસ કરવાની છે એટલે ચિંતા ની જરૂર નથી.

આમ કરી સતત લાંબી વાતચીત કરી તેમને વિશ્વાસ માં લઇ તેમના whatsapp મા એક લિંક મોકલે છે અને એ લીંક ક્લિક કરાવી નિલેશભાઈ નો મોબાઈલ હેક કરી નાખે છે, અને તેમના માથે રૂ,4,98,000/- ની લોન કરાવી દઈ ને માત્ર એક જ મિનિટ મા ધડાધડ રૂપિયા અન્ય ખાતાઓ મા ટ્રાન્સફર કરી લે છે. પોતાના ખાતા મા આટલી મોટી રકમ આવેલી જોઈ નિલેશ ભાઈને ફાળ પડે છે, અને તેઓ પન બેંક ના ઇમરજન્સી નમ્બર પર કોલ કરી પોતાનું ખાતું ફ્રીજ કરાવી દે છે, પણ ત્યાં સુધી હેકર પોતાનું કામ કરી ચુક્યો હોય છે.

શનિવાર ની સાંજ હોવાથી તેઓ બેંક કે પોલીસ પાસે જવાનું ટાળે છે, અને છેક ત્રીજે દિવસે સાયબર ક્રાઈમ પોલીસ ને જાણ કરે છે,પણ ઘણું મોડું થઈ ગયું હોવાથી પોલીસ પણ કંઈ કરી શકતી નથી, પોલીસ અરજી લઈ તપાસ શરૂ કરે છે, બેંક તરફ થી એવું કેહવાય છે કે ખાતા ધારકે એક્સ્ટર્નલ લિંક ક્લિક કરેલ હોવાથી તેમની સાથે ફ્રોડ થયો છે.


Share to

You may have missed