ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રીના વ૨દ્હસ્તે વાલીયા ખાતે નવીન ન્યાયસંકુલ ખુલ્લુ મુકવામાં આવ્યુ

Share to



ભરૂચ:શુક્રવાર: પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, વાલીયાનાં નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી વી. કે. પાઠકના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
જેમા વાલીયાના મુખ્ય સીવીલ જજ શ્રી એચ.આર. ઠકકર સહિત જિલ્લાના અન્ય ન્યાયાધીશશ્રીઓ તેમજ વાલીયા વકીલ બારના પ્રમુખ આર. કે. વસાવા સાથે વકીલ બારના હોદદારો/સભ્યો તેમજ સરકારી અધિકારીશ્રીઓ હાજર રહયા હતા. આ પ્રસંગે પ્રાથમિક શાળા વાઘલખોડની બાલીકાઓ ધ્વારા સ્વાગત નૃત્ય ૨જુ ક૨વામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લ ન્યાયાધીશશ્રીએ ભરૂચ ન્યાયીક જિલ્લાના યુનિટ જજ આદરણીય જસ્ટીસ નાણાવટી સાહેબશ્રી તેમ નવીન કોર્ટ બિલ્ડીંગના નિમાર્ણ અને પ્રવેશ માટે સહાયક થનાર તમામ વ્યકિત અને એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ શુભ પ્રસંગને યાદગાર બનાવવા ન્યાય સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાઘીશશ્રીએ વાલીયાના મુખ્ય ન્યાયાધીશશ્રી, વકીલશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નવીન કોર્ટ બિલ્ડીંગમાં મંગળ પ્રવેશ શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે વાલીયાના મુખ્ય સીવીલ જજશ્રી, એચ.આર.ઠકક સાહેબશ્રીએ પણ નિમાર્ણ અને પ્રવેશ માટે સહાયક થનાર તમામ વ્યક્તિ અને એજન્સીનો આભાર વ્યકત કર્યો હતો.


Share to