September 4, 2024

વાલિયા ટાઉનમાં આવેલ એગ્રી કલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ વિષયક ટિપ્પણી કરતાં આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો.

Share to




ભરૂચ જિલ્લાના વાલિયા ગામમાં આવેલ એગ્રી કલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર હાર્દિક પટેલ નામના ઇસમે સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ વિષયક ટિપ્પણી કરતાં આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને આજ રોજ સુરત,ભરુચ અને અંકલેશ્વર રાજપીપળા સહિતના જિલ્લાઓમાથી મોટી સંખ્યામાં આગેવાનો વાલિયા ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં વાલિયા આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી એગ્રી કલ્ચર બેન્ક ખાતે પહોંચી આગેવાન રાજુ વસાવા,ચંપક વસાવા,વિજય વસાવા,રાજ વસાવા,હેમેન્દ્ર કોઠીવાલા,રજની વસાવા તેમજ ફતેસિંગ વસાવા.ધનરાજ વસાવા સહિતના સભ્યોએ બ્રાન્ચ મેનેજર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.અને વાલિયા પોલીસ મથકના પી.આઈ કે.એમ વાઘેલાને આવેદન પત્ર આપી ત્વરિત ટિપ્પણી કરનાર ઈસમ સામે પગલાં લઈ કડક રાહે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે વારંવાર આદિવાસી સમાજના યુવાનો ઉપર ફાયરિંગ અને ટિપ્પણી કરવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે.જેને ગંભીરતાથી લેવા સાથે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી કરી છે જો પગલાં નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.તો ભાજપના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા,શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા સહિતના આદિવાસી સમાજના સભ્યોએ આદિવાસી સમાજની લાગણી દુભાવી યુવાનને અપશબ્દો લખી ધમકી આપી આદિવાસી સમાજને ચેલેન્જ કરી વાતાવરણ દોહળાવવાનું પ્રયાસ કરતા આદિવાસી સમાજમાં આ ઇસમ વિરુદ્ધ રોષ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે આ ઇસમની પોલીસ તાત્કાલિક એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધે તે માટે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે.


Share to

You may have missed