ભાઈ ને રાખડી બાંધવા જતી બહેન નું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી….

Share to



નર્મદા ના રાજપીપળા એસ ટી ડેપોની ઘટના

ઈકરામ મલેક:રાજપીપળા

*ST ડેપો ના CCTV કેમેરા કાયમી ધોરણે બંધ હોઈ, ચોરો ને મોકળું મેદાન મળી ગયું છે, ડેપો મેનેજર ને આ બાબતે પૂછતાં તેમણે કેમેરા ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું*



આજે રક્ષા બંધન નો તહેવાર હોઈ રાજપીપળા એસ.ટી ડેપો મા મુસાફરો ની ભારે ભીડ હતી ત્યારે, રાજપીપળા નજીકના એક ગામ ના બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધી પરત વડોદરા જવા માટે રાજપીપળા એસ.ટી ડેપો આવ્યા હતા, ત્યારે તેઓ ના ભાઈ તેમને ST ડેપો એ મુકવા માટે આવ્યા હતા.

ત્યારે સવારે 11 કલાક ના સુમારે વડોદરા ની બસ પ્લેટફોર્મ 1 ઉપર આવતા બસ મા ચડતી વખતે કોઈએ મહિલા મુસાફર નું પાકીટ સેરવી લીધું હતું. બસ મા બેસી ગયા બાદ પોતાનું પર્સ ના ના મળતા મહિલા બેબાકળી બની હતી, અને બસ મા શોધખોળ કરી પરંતુ પાકીટ ના મળતા મહિલા રાજપીપળા પોલીસ મથકે પોહ્નચી પોલીસ ને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક એસ ટી ડેપો મા દોડી આવ્યો હતો…

પણ એસ.ટી ડેપો માં લાગેલા CCTV કેમરા બંધ હોઈ પોલીસ ની તપાસ અટકી પડી છે, ભૂતકાળમાં પણ આ ડેપો મા દર મહિના ની 1 તારીખે મહિલા મુસાફરો ના પર્સ તફડાવી લેવાની ઘટનાઓ બનતી હતી. ત્યારે મહિલા મુસાફરો ને નિશાન બનાવતી એક મહિલા ચોર પકડાઈ જતા, ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, ત્યારે લાંબા વિરામ બાદ આજે ફરી આ પ્રકાર ની ઘટના બનવા પામી છે…

ત્યારે ST ડેપો ના માત્ર બેજ કેમરા અને એ પણ બંધ જણાતા ડેપો ના સંચાલકો ની ગંભીર બેદરકારી છતી થવા પામી છે… મળતી માહિતી મુજબ મહિલા ના પાકીટ મા રોકડ અને સોનાની રકમ મળી કુલ ₹84,000/- ની માલમત્તા ચોરાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે.


Share to

You may have missed