September 4, 2024

વાલિયા-ડહેલી માર્ગ પર બે બાઈક વચ્ચે ટક્કર થતા નેત્રંગના યુવાનનું મોત

Share to




વાલિયા-ડહેલી માર્ગ ઉપર માર્ગ ભુજયા વડ પાસે બે બાઈકો સામસામે ભટકાતાં નેત્રંગના યુવાનું મોત નીપજયું હતું જ્યારે એક મહિલા સહિત ત્રણની ગંભીર ઇજાઓ પહોંચી હતી.મૂળ નેત્રંગના દેશમુખ ફળિયાનો અને હાલ સુરત ખાતે રહેતો રાકેશ અરવિંદ વસાવા અને તેની પત્ની તેમજ ભાઈ સાથે સુરતથી બાઇક ઉપર વાલિયા-ડહેલી માર્ગ ઉપરથી નેત્રંગ ગામ ખાતે જવા નીકળ્યો હતો તે દરમિયાન વાલિયા-ડહેલી બાયપાસ રોડ ભુજીયા વડ પાસે સામેથી ઝડપે ધસી આવેલ અન્ય બાઇક સવાર બે યુવાનોએ રાકેશ વસાવાની બાઇક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાકેશ અરવિંદ વસાવાનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું. જ્યારે તેની પત્ની અને ભાઈ સહિત ત્રણને ઇજાઓ પહોંચતા તેઓને વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે વાલિયા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed