February 22, 2024

૧૫૭ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર માં માન્ય રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે મતદાતા ચેતના અભિયાન રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું.

Share to
રિપોર્ટર…નિકુંજ ચૌધરીઆગામી લોકસભા ચૂંટણી ને લક્ષ્યમાં રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ હાલ તા. 20 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી મતદારો માં મતદાન માટે જાગૃતિ લાવવા માટે સમગ્ર ગુજરાત માં ચાલી રહેલ મતદાન જાગૃતિ અભિયાન ના ભાગ રૂપે મતદાન ચેતના અભિયાન રથ માંડવી આવી પહોંચ્યો હતો.
મતદાન ચેતના અભિયાનમાં ૧૮ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા યુવાઓને મતદાર યાદી માં સામેલ કરવા તેમજ એ બાબતે ની કોઈ અડચણો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધરે ધરે જઈ દાખલ કરવાશે એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટી દ્રારા કરવામાં આવી રહી છે.
માંડવી ખાતે આવી પહોંચેલ રથ ને રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા લીલી ઝંડી બતાવી માંડવી નગર તથા તાલુકા માટે રવાનગી કરાય હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જગદીશ પારેખ, પાલિકા પ્રમુખ રેખાબેન વધી સહિત નગર તથા માંડવી તાલુકાના કાર્યકર્તાઓ સામેલ રહ્યા હતા.


Share to

You may have missed