November 2, 2024

જૂનાગઢ પૌરાણિક ગરવા ગિરનાર ઉપર 3500 પગથિયા ઉપર ગિરનારી ગુફામાં દતાત્રેય ભગવાન અને સ્વયં ભોલેનાથ મહાદેવ ના દર્શન કરવાથી ભક્તો ધન્યતા અનુભવે છે

Share to




જૂનાગઢ માં ભવનાથ તળેટી ગિરનારની ઉપર 3500 પગથિયા ઉપર શ્રી મહંત બલરામદાસ બાપુ ની ગિરનારી ગુફા દત્ત ભગવાન અને સ્વયં ભોલેનાથ મહાદેવ ના દર્શન કરવાથી ભક્તોનું જીવન પાવન થાય છે ગિરનારની પાછળની સીડી ઉપરથી જતા જટાશંકરના રસ્તાથી આગળના ભાગમાં આ ગુફા આવેલી છે અહીંયા થી લગભગ 3000 પગથિયા ઉપર ગિરનારી ગુફા આવેલ છે બલરામબાપુ વર્ષોથી અહીંયા તપસ્યા કરે છે અને નવરાત્રી દરમિયાન બહોળી સંખ્યામાં ભક્તો સેવકો દ્વારા અહીંયા અનુષ્ઠાન કરવામાં આવે છે ભવનાથ તળેટી નીચેના ભાગમાં સોનાપુરી રોડ ઉપર બાપુની ઋષિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ નામની ગૌશાળા આવેલી છે શિવરાત્રી અને લીલીપરિક્રમા દરમિયાન 24 કલાક એકદમ ફિમાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે ઉપરાંત દરેક વેકેશન દરમ્યાન અહીંયા ગરીબ મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓને બુટ ચોપડી પેન્સિલ દફતરનું પણ વિતરણ કરવામાં આવે છે હાલમાં આશ્રમ નું સંચાલન મહેશ્વરી દેવી દ્વારા કરવામાં આવે છે


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed