November 29, 2023

નેત્રંગમાં ઉભા સોયાબીનના પાક ઉપર ખેડુતો રોટરી મારવા મજબુર

Share to* સોયાબીનના પાકમાં દાણા ભરવાના સમયે વરસાદ ગાયબ

* પીવા-સિંચાઈના પાણીની ભયંકર તંગી વતૉશે

તા.૨૫-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી.ખેડુતોએ પણ હોંશેહોંશે જમીન ખેડી સોયાબીનના પાકનું વાવેતર કયુૅ હતું.જ્યારે શરૂઆતના તબક્કે સમાયાંતરે સારો વરસાદ થતાં સોયાબીનના પાકમાં ભારે ઉત્પાદન થવાનું ખેડુતોના મનમાં ધારણા હતી.પરંતુ સોયાબીન પાકમાં દાણા ભરવાના સમયે મેઘરાજા હાથતાળી આપતાં એટલે કે વરસાદ ગાયબ થતાં ખેડુતો ચિંતિત જણાઇ રહ્યા છે.ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ જણાઇ રહી છે.નેત્રંગ તાલુકાના કેટલાક ગામોના ખેડુતોએ ઉભા સોયાબીનના પાક ઉપર રોટરી મારી શેરડીની રોપણી કરવાનું વિચારી રહ્યા છે.

નેત્રંગ વિસ્તારમાં આ વષઁ સરેસાશ વરસાદ થયો છે.નદી-નાળા,તળાવમાં સામાન્ય જ વરસાદી પાણીના નીર આવ્યા છે.બોર-મોટર અને કુવામાં પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી રહ્યા છે.બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ પણ ભરાયા નથી.તેવા સંજોગોમાં ધરતીપુત્રોને આવનાર ટુંક સમયમાં જ પીવા અને સિંચાઈના પાણી માટે વલખા મારવા મજબુર બનવું પડશે તેવું જણાઇ રહ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to