September 3, 2024

નેત્રંગ તાલુકાના થવા ચેકપોસ્ટ પાસે.સ્કુટર પર દારૂની હેરાફેરી કરતો એક ખેપિયો ઝડપાયો.

Share to



કુલ ૪૪ હજારનો મુદામાલ જપ્ત
અન્ય બે શખ્સને પકડવા કાર્યવાહી હાથ ધરી.

નેત્રંગ. તા.17/08/2023

નેત્રંગ પોલીસે નેત્રંગ- ડેડીયાપાડા રોડ પર આવેલ  થવા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક સ્કૂટર ચાલક ને ઝડપી લઇ કુલ્લે રૂપિયા ૪૪,૩૦૦/= નો મુદામાલ જપ્ત કયોઁ હતો.વિદેશી દારૂનો જથ્થો આપનાર અને લેનાર બુટલેગરોને ઝડપી પાડવા પોલિસે કાયઁવાહી હાથ ધરી છે.
નેત્રંગ પોલીસ  ને મળેલ બાતમીના આધારે ડેડીયાપાડા તાલુકા ના સેજપુર  તરફથી એક ઇસમ એક સ્કૂટર પર વિદેશી દારૂનો જથ્થો લઇ ને નેત્રંગ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા થવા ચેકપોસ્ટ ખાતે  વાઁચ ગોઠવી બાતમીદારે આપેલ નંબર જીજે ૨૨ ક્યુ ૮૭૬૨ વાળુ સ્કૂટર એક ચાલક લઇ આવતા  સ્કૂટર ચાલક ઇસમને અટકાવી તેની પાસે  સ્કૂટર ની ડીકી ખોલાવતા વિદેશી દારૂનો જથ્થો માલુમ પડ્યો હતો. તેની ગણતરી કરતા ૧૮૦ એમ.એલ ના કોટરીયા નંગ ૪૩ જેની કિંમત રૂપિયા ૪૩,૦૦/= સ્કૂટર જેની કિંમત ૩૦,૦૦૦/= મોબાઇલ નંગ એક જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૪૪,૩૦૦/= નો મુદામાલ જપ્ત કરેલ, ઝડપાયેલ ખેપિયો (૧) સચીન જેન્તી વસાવા મુળ રહે વણઝર, નાના ટેકરા ફળીયુ તા,નાંદોદ જી.નમઁદા હાલ રહે સેજપુર, બેજ ફળીયુ તા, ડેડીયાપાડા, જી.નમઁદા. (૨) જ્યારે વોન્ટેડ બુટલેગરોમા વિદેશી દારૂ નો જથ્થો આપનાર આશિષ સોનીજી વસાવા રહે નમઁદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા નુ બયડી ગામ, નિશાળ ફળીયુ  તેમજ માલ લેનાર પ્રજ્ઞેશ રહે શિનોર તા,શિનોર જી.વડોદરા ના ઇસમને ઝડપી લેવાની કાયઁવાહી નેત્રંગ પોલીસે કરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed