October 18, 2024

માંડવી તાલુકા ના બલેઠિ ગામે ને. હા. 56 ના ફોરલેન માટે માપણી માટે આવેલ અધિકારીઓને ગામજનો દ્વારા વિરોધ કરી રોકવામાં આવ્યા………. વિરોધ ના પગલે પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું……

Share to




રિપોર્ટર… નિકુંજ ચૌધરી


માંડવી તાલુકાના બલેઠિ ગામથી પસાર થઈ રહેલા ને.હા. -56 ના ફોર લેન ના શોર્ટકટ રૂટ માટે ની જમીન માપણી કરવા આવેલ અધિકારીઓને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા હતા.ને.હા 56 બોડેલી – શામળાજી (વાપી શામળાજી) ના ફોરલેન કરવાની કામગીરીમાં ભાગ રૂપે માંડવી તાલુકામાંથી પસાર થઈ રહેલ હાલના ચાલુ રૂટના બદલે નવા તૈયાર કરાયેલ હતો. જેના પરિણામ સ્વરૂપ માંડવી તાલુકા ના આદિવાસી વિસ્તાર 12 થી વધુ ગામો ની જમીન સંપાદનની પ્રક્રિયા હાલ.ચઅલI રહી હોઈ, જેને પગલે આજ રોજ માંડવી તાલુકાના બલેઠિ ગામમાં જમીન માપણી માટે આવેલ ટીમને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા હતા.
અસરગ્રસ્ત ખેડૂતો અને સામાજિક ખેડૂત આગેવાન દ્વારા જણાવ્યા મુજબ, આ જમીન સંપાદનની પ્રક્રિયા માં PESA કાયદાઓની જોગવાઈઓ ને નેવે મૂકી થઈ રહી છે, અમે અમારી જમીનો આપવાના નથી. જે માટે સરકારના ગેજેટ ની નિયત સમય મર્યાદા માં અમે અમારો વિરોધ નોંધાવતા વાંધl અરજીઓ રજૂ કર્યા બાદ પણ, એ બાબતે કાર્યવાહીઓ હાથ ધર્યા વિના હાલ આ ગેરકાયદેસર ની પ્રવૃતિ થઈ રહી છે. જેને અમે ચલાવી લેવાના ના હોઈ. પરંતુ,.માંડવી મામલતદાર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે લાંબી રકઝક બાદ, અધિકારીઓ દ્વારા જમીન સંપાદન વિભાગ સુરત ના પરિપત્ર ના હવાલે આખરે ગ્રામજનો અને ખેડૂતોના વિરોધ વચ્ચે જમીન માપણી ની કામગીરી શરૂ કરાયેલ હતી. ઉલ્લેખનીય છે કે, કે તે કામગીરી સમયે વિવાદ ના સંજોગો માં જમીન સંપાદન વિભાગના કોઈ જવાબદાર સક્ષમ અધિકારી ની હજાર રહ્યા ન હતા. વધુમાં આગામી સમયમાં માંડવી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થઈ ને. હા. -56 માટે થઈ રહેલ જમીન સંપાદન સામે ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.


Share to

You may have missed