December 8, 2024

એસ.આર.પી.જૂથ-૧૦,રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી.

Share to



આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી… મારો દેશ…’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસ.આર.પી. ગ્રુપ-૧૦,રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ તા.૧૨/૦૮/૨૦૨૩ના રોજ દેશને આઝાદી મેળવવામાં મહત્વની ભુમીકા ભજવેલ તમામ વીર શહીદોના યોગદાનને બિરદાવવા માટે એક સુંદર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવેલ તેમજ “મેરી માટી મેરા દેશ”: મિટ્ટીકો નમન, વિરોકા વંદન કાર્યક્રમ અંતર્ગત અનેક કર્તવ્યનિષ્ઠ સેનાના જવાનો પોતાના જાનની પરવા કર્યા વિના અને ઘર પરિવારની ચિંતા પણ કર્યા વિના દેશ માટે બલિદાન આપીને અમર થયાં છે એ તમામ વિરોને શ્રદ્ધાંજલી આપી પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જે બાદ નેત્રંગ તાલુકાના મુખ્ય મથક ખાતે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં નેત્રંગ તાલુકાના મામલતદાર અનિલભાઈ વસાવા, એસ.આર.પી. ગ્રુપ-૧૦ના અધિકારી અને સ્વામીનારાયણ સંપ્રદાયનાનાં સંતો પ.પૂ.ભકિત વલ્લભ સ્વામી, પ.પુ.પ્રિયદર્શન સ્વામી દ્વારા લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ પ્રસ્થાનઆ ફ્લેગ માર્ચને નેત્રંગ ગ્રામ પંચાયતના માંડવી રોડ પર આવેલ બાગ ખાતે થી પ્રસ્થાન કરાવી હતી. જે ફ્લેગ માર્ચ નેત્રંગ ચાર રસ્તા, એમ.એમ.ભક્તા હાઇસ્કુલ, જીન બજાર, મંગળવાળી વિસ્તાર, જવાહર બજાર, ચાર રસ્તા અને નેત્રંગ ગ્રામ પંચાયતના બાગ ખાતે રાષ્ટ્ર ગીત કરી આં ફ્લેગ માર્ચનું વિસર્જન કરવામાં આવ્યું હતું.



આ ફ્લેગ માર્ચ નેત્રંગ ટાઉનના વિવિધ રાજ માર્ગો પરથી પસાર થતા ગ્રામજનોએ “વંદે માતરમ્…” અને ભારત માતાના જય ઘોષ સાથે આવકારી હતી. તેમજ પ્રાથમિક કન્યા શાળા ગાંધી બજાર ખાતે ની બાળાઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એમ.એચ.પરમાર, આર.એસ.વસાવા અને એમ.વી.બીરાડીસ તેમજ એસ.આર.પી.એફનાં જવાનો તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.ગોહીલ તેમજ પોલીસના જવાનો, હોમગાર્ડ,જી.આર.ડી, તેમજ S.P.C કેડેટ તેમજ પ્રાથમીક શાળાના વિધાર્થીઓ મળી આશરે ૫૦૦ અધિકારી / જવાનો અને તેમજ નેત્રંગ તાલુકાના ઉત્સાહ યુવાનો અને આગેવાનો આ ફ્લેગ માર્ચમાં ઉત્સાહ પૂર્વક જોડ્યા હતા.


Share to

You may have missed