નેત્રંગ તાલુકાના આચાયૉ-શિક્ષકોએ મૌન ધરણા પ્રદર્શન કયુઁ

Share to


* જુની પેન્શન નિતી અને વિવિધ પડતર માંગણી સ્વીકારવાની માંગ

તા.૧૨-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ
દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ મૌન ધરણા પ્રદર્શન યોજવાની સુચના દરેક તાલુકાના આચાયૉ-શિક્ષકોને આપવામાં આવી હતી.જેના અનુસંધાને નેત્રંગ તાલુકા માધ્યમિક-ઉ.માધ્યમિક વિભાગના આચાયૉ-શિક્ષકોએ તાલુકા સેવા સદનની કચેરીની સામે મૌન વિરોધ કર્યું હતું.જેમાં વિધાનસભાની ચુંટણી પેહલા આપેલા વચનો પુરા કરાયા નથી.જીલ્લામાં પણ શિક્ષકો અને સ્ટાફની ઘટ હોવા છતાં વર્ષોથી ભરતી કરાતી નથી.જુની પેન્શન નીતિ અમલી કરવા.શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કરાવાતું કામ બંધ કરવા સહિતની માંગણીઓ સાથે નેત્રંગ તાલુકા સેવા સદન ખાતે મૌન ધરણા કરાયા હતા.જેમાં નેત્રંગ તાલુકાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાના આચાર્ય આર.એલ વસાવા,સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ સહિત વિવિધ શાળાના આચાયૉ-શિક્ષકોએ જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to