રાજપારડી થી નેત્રંગ નો રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ની હાલત કફોડી બની…

Share to

માર્ગ બિસ્માર બનતા સગર્ભા મહિલાઓ ને પણ પડી રહી છે તખલીફ…

પ્રતિનિધિ /સતીશ વસાવા ઝગડીયા 10-08-23

ભરૂચ જિલ્લાના રાજપારડી થી નેત્રંગ ને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે આ માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે. ઝગડીયા તાલુકા ને નેત્રંગ તાલુકાથી જોડતો તેમજ મહારાષ્ટ્ર ને જોડતા મુખ્ય માર્ગ ઉપર હજારો ની સઁખ્યા માં વાહનો આ માર્ગ માંથી પસાર થાય છે આ માર્ગ માં આવતા CHC જેસપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનોને ચેકઅપ અર્થે આવા જવામાં મુશ્કેલી પડી રહી છે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને પણ આ માર્ગ ઉપર આવા જવા પણ તકલીફ પડી રહી છે.

ધન્ધા રોજગારી અર્થે જતા આવતા લોકો તેમજ GIDC મા નોકરી માટે જતા કામદારો ને પણ બિસ્માર રસ્તા ને લઈ રોજ હાલાકી વેઠવી પડી રહી છે ઘણા સમય થી આ માર્ગ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે માર્ગ ને દુરસ્ત કરવામાં તો આવે છે પરંતુ મેટલ કપચી નાંખી દેવામાં આવે છે પરંતુ ડામર પેચીંગ વર્ક ન કરતા આ ખડાઓની જે ની તે સ્થિતિ થઈ જતી હોઈ છે .ત્યારે માર્ગ મકાન વિભાગ વેહલી તકે રસ્તા નું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..


Share to