વાલીયા તાલુકા ના વટારીયા ગામમાં આવેલ ઇન્દીરા કોલોનીમાં ચાલતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી એક આરોપી સહિત કુલ 20 હજાર કરતા ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો,
ભરૂચ જિલ્લા સહિત અનેક તાલુકા માં દિવસે ને દિવસે વધી રહેલા ઇંગ્લિશ દારૂ દેસી દારૂ નાં વેચાણ સહિત આંકડા અને જુગાર ધામ ચાલતા હોય એવું કહીએ તો કોઈ નવાઈ નહિ કારણ કે ભૂતકાળ માં આવા અનેગ કેસ પોલિશ કર્મીઓ દ્વારા નોંધવા માં આવ્યા છે,
ત્યારે ગત રોજ ફરી એક વાર ભરૂચ જિલ્લા નાં વાલિયા તાલુકા માં આવેલા વટારીયા ગામમાં આવેલ ઇન્દીરા કોલોનીમાં બાતમી નાં આધારે ચાલતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો, દરોડા દરમ્યાન જગ્યા પર થી કુલ રોકડ રૂપિયા ૧૦,૪૮૫, તથા મોબાઇલ નંગ એક જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦, થતા આંકડા લખવાનું સાહિત્ય મળી કુલ રૂપિયા મળી ને ૨૦,૪૮૫ ના મુદ્દામાલ સાથે મનિષ હિમ્મત વસાવા નામ નાં આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલીયા પોલિશ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..