સાગબારા નાં ધનસેરા ચેકપોસ્ટ પરથી વીએચપી બજરંગ દળની મદદથી પોલીસે ભેંસો ભરેલી ટ્રક ઝડપી ગુનો દાખલ કર્યો

Share to



નર્મદા જિલ્લાના સાગબારા તરફથી અવાર નવાર મૂંગા પશુઓ ભરી જતા વાહનો પકડાઈ છે, જેમાં હાલમાં પણ એક ટ્રકમાં ભેંસો ભરી જતાં પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે ધનસેરા ચેકપોસ્ટ પરથી ટાટા ટ્રક નંબર GJ.16. X 9494 માં ભેંસોના માલીક તથા ક્લીનર અને ટ્રક માલીક એક બીજાના મેળાપી પણામાં રહી ગેરકાયદેસર રીતે રાજ્ય માંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજ્ય બહાર નિકાશ બંધ હોવા છતાં ટાટા ટ્રક નંબર GJ.16 X.9494 વાહનમા કુલ ભેંસો નંગ-૦૯ તથા પાડીયા (ભેંસો ના બચ્ચા નંગ- ૦૬) ને અતિ ક્રુરતા પુર્વક ટ્રક મા ખિચો ખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી, તથા ખાવા માટે કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઉભા રહેવા માટે તળીયે રેતી કે માટી નહી રાખી તેમજ તેમના પ્રાથમિક ઉપચાર માટે કોઇ પણ મેડીકલ સાધનની વ્યવસ્થા નહી રાખી ટ્રકો મા ભરેલ ભેંસો નંગ ૦૯ તથા પાળીયા (ભેંસોના બચ્ચા) નંગ-૦૬ મળી કુલ નંગ- ૧૫ ની કુલ કિમત રૂપીયા ૫,૭૦,૦૦૦/-તથા ટાટા ટ્રક નંબર GJ-16-X-9494 ની કિંમત રૂપીયા,૫,૦૦,૦૦૦/-તથા ડ્રાઇવર/ભેંસાના માલીકનો મોબાઇલ ફોન નંગ-૦૧ કિમત રૂપીયા ૩,૦૦૦/-મળી કુલ કિંમત રૂપયા ૧૦,૭૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે (૧)બાબુભાઇ ચંદુભાઇ તડવી, રહે.ભરૂચ, મકતમપુરા, જીલ્લા પંચાયત કોલોની,જીભરૂચ (ડ્રાઇવર)તથા (૨) નરેંદ્રસિંહ રતનસિંહ બારીયા,રહે. હાલ ભરૂચ, મકતમપુરા,જીલ્લા પંચાયત કોલોની, જી.ભરૂચ (ડ્રાઇવર) મુળ રહે.અલીપુરા(બોડેલી), મોહન નગર સોસાયટી, ગોપેશ્વર મંદિર પાસે, તા.બોડેલી.જી. છોટાઉદેપુર નાઓ પકડાઈ જઇ તેમજ (૩) વાહન માલીક હાજી યુનીશ ખુશાલ રહે.ભરૂચ મહંમદપુરા મોટી ડુંગરી, તા.જી.ભરૂચ (૪) ભેંસોના માલીક પ્રવિણ ભાઇ ધીરૂભાઇ જામક રહે. વીસીપરા, ચાર ગોદામ મોરબી, તા.જી. મોરબી નાઓ ને વોન્ટેડ જાહેર કરી આ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

જોકે મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દ પરિસદ અને બજરંગદળ ના કાર્યકર્તાઓને મળેલી બાતમીના આધારે તેઓએ આ ટ્રક નો પીછો કરી ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ ની મદદ થી ટ્રક ને રોકી ભેંસો ભરેલી ગાડી ઝડપી પાડી હતી જેમાં ગૌ માતા ભરેલી ટ્રક લઈ ચાલક નાશી ગયો હતો બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા ટ્રકનો પીછો કરાયો પણ સાગબારા ચોકડી થી ટ્રક ક્યાંક ગાયબ થઈ ગઇ હતી, સાગબારા પોલીસે ભેંસ ભરેલી ટ્રક પકડી લીધી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed