September 7, 2024

નેશનલ હાઇવે ઉપર ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકી જતાં ૫શુના મોત

Share to



*ભરૂચ થી ભેંસો ભરીને મહારાષ્ટ્ર લઈ જતા દેડીયાપાડા પાસે દુર્ઘટના સર્જાઈ*

નર્મદા: દેડિયાપાડા – સાગબારા નેશનલ હાઇવે ઉપર થી ગઈકાલે રાત્રે ભરૂચ થી પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જતી એક ટ્રકના ચાલકને ગંગાપુર ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ઝોકું આવી જતા રોંગ સાઈડ ઉપર ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં લઈ જવાતા પાંચ પશુઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ૧૦ જેટલા પશુને ઈજા થઈ હતી. અકસ્માત ની જાણ થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ટ્રક ચાલક અને ક્લિનરને બચાવી બંને ને સાગબારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ પશુઓને મહારાષ્ટ્ર ખાતેના કતલખાને લઈ જવાતા હોવાની ચર્ચા સાંભળવા મળી છે. પોલીસે પણ ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed