November 20, 2024

ઝગડીયા તાલુકાના ધારોલી થી પડવાણીયા ના સ્ટેટ હાઇવેનું કામ છેલ્લા બે વર્ષથી પૂર્ણ નહીં થતાં જિલ્લા પંચાયત સદસ્યએ કલેક્ટરને રજૂઆત કરી.

Share to

ધારોલી થી પડવાણિયા સ્ટેટ હાઇવેનો રોડ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ ઉપરાંત સમયથી નવા રોડનું કામ મંજૂર કરવામાં આવેલું છે…

બે વર્ષ પહેલાં રોડની બંને તરફ સોલ્ડર બનાવવા માટે રોડને સમાંતર ઉડુ ખોદકામ ચાલુ કર્યું હોય તેમાંથી એક બાજુ સોલ્ડરનું પુરાણ થયું છે અને એક બાજુનું સોલ્ડરનું કામ બાકી છે જેના પગલે બે ઈસમોના અકસ્માતે ખાડામાં પડી જવાથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

ઝઘડિયા તાલુકાના વાસણા ગામના ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય સરલાબેન વસાવાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ધારોલી થી પડવાણિયા સ્ટેટ હાઇવે રોડ મંજૂર થયાના બે વર્ષ ઉપર થયા છતાં રોડનું કામ પૂર્ણ નહીં થતાં આમ જનતાને ખૂબ મુશ્કેલી પડી રહી હોય અને હાલમાં પણ કામ બંધ હોય સત્વરે કામ ચાલુ કરવાની માંગણી કરી છે. જિલ્લા પંચાયત સદસ્ય સરલાબેન તથા તેમની સાથે અન્ય મહિલાઓએ ઉપસ્થિત રહી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ધારોલી થી પડવાણિયા સ્ટેટ હાઇવેનો રોડ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ ઉપરાંત સમયથી નવા રોડનું કામ મંજૂર કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે દોઢ વર્ષ અગાઉ આ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર શરૂ કરવામાં આવેલ હતું, જેમાં રોડની બંને બાજ ઊંડો અને પહોળો ખાડો રોડની બંને સાઈડમાં સાઈડ સોલ્ડરિંગ કરવા માટે ખોદવામાં આવેલ છે. ધારોલી થી પડવાણિયા સુધી એક તરફનો ખાડો જીએસબી વગેરે મટીરીયલ નાખી રોડના લેવલ સુધી પૂરી દેવામાં આવેલ છે અને એક તરફનો ઉડો અને પહોળુ રોડ ને સમાંતર કરેલ ખોદકામ છેલ્લા એકાદ વર્ષથી જીએસબી વગેરેનું પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવેલ છે, લાંબા સમયથી કામ બંધ રહેવાના કારણે આ રોડની સાઈડના ખાડામાં કાંટાળા વૃક્ષો સહિત ઝાડી ઝાંખરાઓ પણ ઉગી નીકળેલ છે, રોડની સાઈડમાં ઉંડા ખાડા કરેલા છે જે ભયજનક અને અકસ્માત થાય તેમ હોવા છતાં કોઈપણ સિગ્નલ કે સલામતીના બોર્ડ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે બે જેટલા રાહદારીઓના ખાડામાં પડી જવાથી મોત નિપજ્યા હતા. ધારોલી થી પડવાણિયાનો આ રોડ ૧૫ વર્ષથી બનાવવામાં આવ્યો નથી, સાથે સાથે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે આ રસ્તો ટ્રાઇબલમાં આવતો હોય ટ્રાઇબલની પૂરતી ગ્રાન્ટ હોવા છતાં ગુજરાત સરકારની આ વિસ્તાર પ્રત્યેની ઉદાસીન વલણના કારણે આ રસ્તો બનાવવામાં આવતો નથી.

આ રસ્તો નહીં બનાવવાના કારણે અને જીએમડીસી અને સિલિકાની માઇન્સોના હેવી વાહનોના કારણે રોડની સપાટી બિલકુલ ખરાબ થઈ ગયેલ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતાં ૧૫ થી ૨૦ પંચાયતોના આશરે ૧૭ હજાર જેટલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગને જોડીને દરિયા, ધારોલી, આમલઝર ગામમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે શાળામાં ભણવા જતા બાળકો રસ્તાનો ઉપયોગ કરે છે જેથી તેમને પણ આ ખરાબ રસ્તાને અધૂરો પડેલી કામગીરીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ઉપરાંત ધારોલી થી રાજપારડીને જોડતો આ રસ્તો હોય પરંતું આ માર્ગને પડવાણિયા સુધીજ મંજૂર કરવામાં આવેલ છે,પડવાણિયા થી રાજપારડી સુધીનો રોડ પણ ખૂબ જ જર્જરી હાલતતમાં છે, સિલિકા પથ્થરની માઇન્સોના ૫૦ થી ૬૦ ટન સુધીના હેવી વાહનો ચાલવાના લીધે આ રસ્તાની સપાટી સંપૂર્ણ તૂટી ગયેલ છે. ટ્રાઇબલ વિસ્તાર હોય ટ્રાઇબલની પૂર્તિ ગ્રાન્ટ હોવા છતાં રસ્તો હજુ સુધી બનાવવામાં જે મંજૂર કરવામાં આવેલ નથી આ અગાઉ પણ ગત વર્ષે આ વિસ્તારના સરપંચોને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરેલ હતી તેમ છતાં મંજૂરી આજદિન સુધી આપવામાં આવેલ નથી, તો આ રોડની પણ મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે નજીકના સમયમાં ચોમાસાની ઋતુ આવતી હોય સાઇડ સોલ્ડરિંગ અને બાકીનું રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી


Share to

You may have missed