November 21, 2024

માંડવી તાલુકાના ખંજરોલી ગામની સિમના ખેતરમાં દીપડી અને તેનું બચ્ચું લટાર મારતા એક કારચાલક ના કેમેરામાં થયાં કેદ …….. આ વિડિઓ સોસીયલ મીડિયા માં વાયરલ થયો વિડિઓ જોઈ લોકો માં ભયનો માહોલ છવાયો

Share to

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે માંડવી તાલુકામાં આવેલ ખંજરોલી-પીપરિયા ગામની વચ્ચે ખેતર વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડી અને બચ્ચું બેઠેલું નજરે રાજ્યું હતું. જે વિડીયો સોસીયલ મીડિયા ફરતો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મળતી માહિતી અનુસાર માંડવી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડા ઓનો ત્રાસ વધી ગયો છે. અને ભૂતકાળ માં માનવજીવ પર હુમલો પણ દીપડા દ્વારા કરવામાં આવ્યા એવા અવનવા અનેક કિસ્સા ઓ સામે આવ્યા છે અને કમલાપોર, પીપરિયા, ખંજરોલીમાં પણ દીપડા દેખાવાની અને પાંજરે પુરાવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ઘણીવાર તો મોડી રાતે બચ્ચાં સાથે સાથે લટાર મારો વિડિઓ પણ એક કાર ચાલક ના કેમેરા માં કેદ થયાં હતા આવી ઘટના ઘણી વાર બનતી આવેલી છે અને આવી ઘટના ને ધ્યાને લઇ ને વનવિભાગ દ્વારા હિંસક પ્રાણીઓથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગદર્શન પણ આપવામાં આવે છે.અને વન વિભાગ પણ દીપડા ને પકડવા સક્રિય છે જેને લઇ વન્યપ્રાણીઓ વચ્ચે સંઘર્ષમાં ઘટાડો થયો છે. ત્યારે દીપડાઓ ખેતરોમાંથી રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં આવી રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન માંડવીના ખંજરોલી-પીપરિયા ગામની વચ્ચે રોડની સાઈડમાં આવેલા મુકેશભાઈ પટેલના ખેતર વિસ્તારમાં દીપડી અને બચ્ચું બેઠેલું નજરે ચઢ્યું હતું. જેને ત્યાંથી પસાર થતાં એક કારચાલકે કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વિડીયો ફરતો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.રિપોર્ટર…… નિકુંજ ચૌધરી / દૂરદર્શી ન્યૂઝ માંડવી સુરત


Share to

You may have missed