- ફાઇનલમાં વી.એસ પેકેઝિંગ વડોદરાની ટીમનો વિજય
- કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો,મોટીસંખ્યામાં દશૅકો ઉમટ્યા
*
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-રાજપારડી રોડ ઉપર બલેશ્વર ગામે ચંદ્રકાન્ત વસાવા અને તેમની ટીમે અત્યાઆધુનિક સુવિધાઓથીણજ સજ્જ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવામાં આવ્યું છે.જેમાં અવરનવર મેન્સ-વિમેન્સની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડીને ગ્રામ્યકક્ષાએ રમતા ખેલાડીઓની પ્રતિમા ઉજાગર કરવામાં આવે છે.
થોડા દિવસો પહેલા બલેશ્વર ગામે પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓપન લેઘર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં ૮ ટીમો વચ્ચે મેચોમાં ગુજરાત અને નેશનલ કક્ષાના ખેલાડીઓ રમ્યા હતા.ગતરોજ રમાયેલ ફાઇનલ મેચમાં વી.એસ પેકેઝિંગ વડોદરા અને મનન ટીમ રસપ્રદ મુકાબલો થયો હતો.જેમાં વી.એસ પેકેઝિંગ વડોદરા ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૨૫ રન બનાવી ઓલઆઉટ થઈ હતી.જ્યારે મનન ટીને બીજી ઇનિંગમાં ૨૦ ઓવરમાં ૧૦૯ માં ઓલઆઉટ થતાં વી.એસ પેકેઝિંગ વડોદરા ટીમનો ૧૬ રને વિજય થતાં સમથઁકો અને ટીમ ભારે ઉજવણી કરી હતી.વિજેતા ટીમ વી.એસ પેકેઝિંગ વડોદરા અને રનર્સઅપ ટીમને ટ્રોફી સન્માનિત કરવામાં આવ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*