October 17, 2024

ઝઘડિયા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ઓવરલોડ ખનીજ વહન કરતા વાહન ચાલકો ભૂસ્તર વિભાગ અને પોલીસને પણ ગણકારતા નથી.

Share to

ભૂસ્તર વિભાગ ઝગડીયા વિસ્તાર મા હોવાની ની વાત ઉમલ્લા તરફથી આવતી ગેરકાયદેસર રેતીભરેલ ટ્રકો પણ અલગ વાટે થમભાવી દીધી હતી...

ઝઘડિયા પંથકમાંથી વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિનું ખનન કરી તેનું વહન કરવામાં આવે છે, નર્મદાના કાંઠા વિસ્તારમાંથી રેતી ખનન થાય છે ઉપરાંત રાજપારડી નેત્રંગ રોડ પરથી ખાણકામ કરી પથ્થર ઉત્પાદન કરી તેમાંથી ક્રસિંગ વડે રબર મેટલ કપચીનું ઉત્પાદન થાય છે, ઉપરાંત જીએમડીસી વિસ્તારમાંથી સિલિકાનું ઉત્પાદન થાય છે. ખનીજ વહન પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક માથાભારે વાહનચાલકો તથા વાહન માલિકો વહન પ્રક્રિયાનું આડેધડ ભંગ કરી વાહનો ચલાવે છે. ઓવરલોડ પાણી નીતરતી રેતી તથા તાડપત્રી બાંધ્યા વગરના અસંખ્ય વાહનો ઝઘડિયા પંથકમાંથી સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી પસાર થાય છે. આજરોજ એક કપચી ભરીને પસાર થતી આઇસર ટ્રક ને ભૂસ્તર વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા ઈશારો કરી વાહન સાઈડમાં રોકવા જણાવ્યું હતુ પરંતુ આઇસર ટ્રક ચાલકે પોતે ઓવરલોડ કપચી ભરેલી હોય ભૂસ્તર વિભાગના અધિકારી ના ઇશારાને નહીં ગણકારી ફુલ સ્પીડમાં તેનું વાહન ઝઘડિયા ચોકડી થી વાલીયા ચોકડી તરફ હંકારી ગયો હતો, ભૂસ્તર વિભાગના વાહનો તેની પાછળ દોડાવતા તે વાલિયા ચોકડી થી વંઠેવાડ તરફ તેના કબજાની આઇસર ટ્રક હંકારી ગયો હતો અને ફુલ સ્પીડમાં ચાલતી તેની ટ્રકને વંઠેવાડ ગામ પાસે પલટી મરાવી દીધી હતી.

સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ ભૂસ્તર વિભાગ તેમજ પોલીસ વિભાગને નહીં ગણકારતા આવા ખનીજ માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી થવી આવશ્યક બની ગઈ છે. જવાબદાર અધિકારીઓની પણ અવગણના કરતા આવા માફિયાઓ શું આમ પ્રજાને ગણકારે ખરા તેવો સુર ઝઘડિયા પંથકમાં ઉઠવા પામ્યો છે. આ લખાય છે ત્યાં સુધી ટ્રક ચાલક સામે હજી સુધી કોઈ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ઝઘડિયા પોલીસ મથકમાં પણ તેના વિરુદ્ધ લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.


Share to

You may have missed