November 21, 2024

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે આવેલ રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ૨૨ શાળાઓમાં સ્કુલબેગ અને બુક્સનું વિતરણ કરવામાં આવ્યું.

Share to

૨૨ શાળાના ૧૨૨૦ વિદ્યાર્થીઓ તથા આંગણવાડીમાં રમકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડની રાજેશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સીએસઆર યોજના અંતર્ગત શિક્ષણને લગતા, આરોગ્યને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કામો કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ગામોમાં વિવિધ વિકાસલક્ષી અને લોક ઉપયોગી કાર્ય થઈ રહ્યા છે.

હાલમાં વેકેશન બાદ શાળાઓ ખુલી રહી છે ત્યારે તેના સંદર્ભમાં ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા તાલુકાની ૨૨ ગામોની શાળાઓમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, નોટબુક, લોંગબુક, ચિત્રકલા, સ્કેચપેન, સ્કેટપેન, બોલપેન વિગેરેની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ૨૨ ગામોની શાળાના ૧૨૨૦ જેટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આંગણવાડીમાં રમકડા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૨ ગામોની શાળાઓમાં કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્યશ્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, સરપંચો, ગામ આગેવાનો તથા રાજશ્રી પોલીફીલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed