September 7, 2024

ઝઘડીયા પંથકમાં ૪ દિવસથી એગ્રીકલ્ચર વિજ પુરવઠો બંધ રહેતા ખેડૂતો રોષે ભરાયા…અધિકારીઓ ને આડે હાથ લેતા ખેડૂતો…

Share to

ગ્રામજનોએ રાજપારડી વિજ કંપનીમાં વારંવાર રજુઆત કરી છતા પરિણામ ના મળતા આજરોજ ખેડૂતો વિફર્યા હતા

વીજ કંપની ના અધિકારીઓ ને ખેડૂતો એ આડેહાથ લીધા હોવાની લોકચર્ચા…

કેટલીક જગ્યા ઉપર વીજ પોલ પણ માત્ર પતલા તાર ના સહયોગ થી દિવસો પસાર કરતા નજરે ચડ્યા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા તેમજ અન્ય ગામોના ખેડૂતોને પાછલા ૪ દિવસથી એગ્રીકલ્ચર પાવર રાબેતા મુજબનો નહિ મળતા ખેડૂતો રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા ખેડૂતોએ પત્રકારોને જણાવ્યું હતુ કે પાણેથા,ઇન્દોર,નાના વાસણા,નાવરા,ફિચવાડા,તેમજ આજુબાજુના ગામોમાં પાછલા ૪ દિવસોથી એગ્રીકલ્ચર વિજ પુરવઠો બંધ છે જેના પગલે ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે

હાલ ઉનાળો પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે જેના કારણે અસહ્ય તાપમાન નો પારો વધી રહ્યો છે પશુ હોઈ કે માનવી ને પાણી માટે ના સ્ત્રોતો સુકાઈ ગયા છે અને પાણી ના સ્તર પણ ઊંડે જતા રહ્યા છે તેવામાં ખેડૂતોને પણ આકરા ઉનાળામાં ખેતી માં પોતાના પાક ને બચાવા માટે પાણીની સખત જરૂર છે ત્યારે વીજ કચેરીઓ દ્વારા ઘણા કેટલા દિવસો થી વિજ પુરવઠો બંધ રહેતા ખેતીને નુકશાન થઇ રહ્યું છે તેમ ખેડૂતો એ જણવ્યું હતું…

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુ કે નર્મદા કિનારા પાણેથા ઇન્દોર,વેલુગામ, નાના વાસણા,મોટા વાસણા સહિત ના વિસ્તારમાં મુખ્યત્વે કેળનો પાક વિપુલ પ્રમાણમાં લેવાય છે હાલ કેળના ટીસ્યુનુ વાવેતર કરવામાં આવી રહ્યું છે પરંતુ પાછલા ૪ દિવસોથી પાણેથા,નાવરા ફીચવાળા ના કેટલાય ફીડરો બંધ હાલત માં છે ખેતરોમાં વિજ પુરવઠો બંધ રહેતા કેળના ટીસ્યુ સુકાઇ રહ્યા છે વળી હાલ કાળઝાળ ગરમી માં ઝગડીયા તાલુકાના અનેક ગામો માં ગમે ત્યારે વીજ પુરવઠો બંધ કરી દેવાતા અનેક ગામો માં લોકો ને અને ખેડૂતો ને કામકાજ માં અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો હોવાની લોક બુમ ઉઠવા પામી છે.. વીજ પુરવઠો ગમે ત્યારે રાત દિવસ બંધ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો કેટલાક ના ધન્ધા રોજગાર ની મશીનરી સહિત નાના ઉદ્યોગો પણ ઠપ થઈ ગયા હોવાની લોક ચર્ચા થઈ રહી છે ત્યારે રાજપારડી ખાતેની વિજ કંપની ના કાર્યાલય ખાતે વારંવાર લોકો દ્વારા રજુઆત કરવા છંતા હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.અને નાગરિકો વીજ કંપની ના અધિકારીઓને ઓફિસ માં ફોન કરે છે તો ફોન ઉપાડવામાં નથી આવતો અથવા કોઈ અસરકારક જવાબ મળતા નથી તેમ જાણવા મળ્યું છે ત્યારે આજ રોજ કેટલાક ગામો ના ખેડૂતો એ ભેગા મળી અધિકારીઓ ને સ્થળ નિરીક્ષણ કરવા બોલાવતા રાજપારડી વિજ કચેરીના ડેપ્યુટી ઇજનેરે સ્થળ તપાસ કરવા આવ્યા હતા તે દરમિયાન ખેડૂતોએ રજુઆત કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો….

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા કેટલા વર્ષ દરમિયાન ઝગડીયા તાલુકામાં અનેક ગામો માં નવા સબ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં વીજ પુરવઠા ની સમસ્યા નો કોઈ ઉકેલ આવ્યો નથી અને વીજ કંપની દ્વારા કોઈ પણ અસરકારક પગલાં ભરવામાં નથી આવ્યા… લાઈનો ની હાલત અત્યન્ત ખરાબ થઈ ગયેલ છે તો કેટલીક જગ્યા ઉપર વીજ પોલ પણ માત્ર પતલા તાર ના સહયોગ થી દિવસો પસાર કરતા નજરે ચડ્યા છે ક્યારે કોઈ દુર્ઘટના બને તે તેનો અંદાઝ જોઈ નેજ લગાવી શકાય તેમ છે તો કર્મચારીઓ હોઈ કે પછી અધિકારીઓ દ્વારા લોકોની જરૂરિયાત ની સમસ્યા ને પોહચી શક્યા નથી ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તાર ની મુલાકાત લઈ વીજ પુરવઠો ખેડૂતો અને લોકો ને વિના વિક્ષેપ મળતો રહે તેવા પ્રયાસો હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે…

ધીરેન દેસાઈ / ખેડૂત પાણેથા


Share to

You may have missed