DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનો ખોવાય ગયેલ ૩,૦૦૦/- ની કીંમતના સામાનનો થેલો જૂનાગઢ પોલીસે શોધીને અરજદાર વિદ્યાર્થીને પરત કર્યો

Share to



💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. ૩,૦૦૦/- ની કીંમતના સામાનનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

💫 _અરજદાર હિમાંશુ વિજયભાઇ કરડાણી માણાવદરના વતની હોય અને નોબલ યુનીવર્સીટી ખાતે અભ્યાસ કરતા હોય અને ત્યા હોસ્ટેલમાં રહેતા હોય, હોસ્ટેલથી ઘરે જવા માટે ઓટો રીક્ષામાં બેસી જૂનાગઢ બસ સ્ટેશન ખાતે આવેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ *તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો ૧ થેલો ઓટો રીક્ષામાં ભુલી ગયેલ તે થેલામાં તેમના કપડા, અભ્યાસના પુસ્તકો વિગેરે વસ્તુ મળી કુલ રૂ. ૩,૦૦૦/- ની કીંમતનો સામાન હતો. તે વિધાર્થી હોય અને પોતાના પોકેટમનીથી કપડા ખરીદેલ હોય જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય*, તે વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ ઇચા. હેડ ક્વા. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હિમાંશુ વિજયભાઇ કરડાણી બસ સ્ટેન્ડ ખાતે જે ઓટો રીક્ષામાં ઉતરેલ, તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા હિમાંશુ વિજયભાઇ કરડાણી જે ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે ઓટો રીક્ષાના નં GJ 07 VW 5031 શોધી કાઢવામાં આવેલ._

💫 *_નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી હિમાંશુ વિજયભાઇ કરડાણીનો રૂ. ૩,૦૦૦/- ની કીંમતના સામાનનો ગણતરીની કલાકોમાં શોધી આપેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિમાંશુ વિજયભાઇ કરડાણી દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો…._*

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૩,૦૦૦/-ની કીંમતનો થેલો ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed