November 19, 2024

નેત્રંગમાં 2 પાણીની ટાંકી ગમે ત્યારે તુટી પડવાની દહેશત મોટી દુર્ઘટના-જાનહાની થાય તે પહેલા ગ્રા.પંચાયતના સત્તાધીશો કાયઁવાહી કરે તે જરૂરી…

Share to

તેજગતિના વાવઝોડામાં ટાંકીમાંથી સિમેન્ટના પોપડા ઘરોના નાડીયા ફુટ્યા

તા.૦૭-૦૬-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ તાલુકા મથકના નેત્રંગ ચારરસ્તા,જવાહર બજાર,પાસીઁની ચાલી,કોસ્યાકોલા અને એસ.કે પટેલ પાકઁ,લાલમંટોડી અને ગાંધીબજાર વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિક રહીશોને પીવાનું શુધ્ધ પાણી મળે તે હેતુસર વષૉ પહેલા વિશાળ પીવાની ટાંકીનું નિમૉણ કરાતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.જેમાં બોર,કુવા અને નજીકના વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પાણી લાવી સંગ્રહ કરી પાણીની ટાંકીમાં ભરવામાં આવતું હતું.ત્યારબાદ નેત્રંગ ગ્રામજનોને પીવાનું પાણી મોકલવામાં આવતું હતુ.

પરંતુ ૨૫ વષઁ જેટલો લાંબો સમય પસાર થવાં આજદિન સુધી પાણીની ટાંકીમાં પાણી ભરવામાં આવ્યું નથી.ગ્રામજનોને પાણીની ટાંકીમાંથી પીવા માટેનું શુધ્ધ પાણી અપાયું નથી.બંને પાણીની ટાંકીના હાલત જજઁરીત-ખંડેર થઇ ગઇ છે.

થોડા દિવસો પહેલા જ નેત્રંગ વિસ્તારમાં તેજગતિના વાવઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.કેટલાક ગામોમાં ભારે વાવાઝોડાના ઘરની છત પવનમાં ઉડી જવી સહિત ખેતીમાં ભારે નુકસાન થયું હતું.જેમાં નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં ડબ્બા ફળીયામાં જજઁરીત-ખંડેર પાણીની ટાંકીમાંથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા પડતા ઘરોના છાપરા તુટી પડ્યા હતા.ઘરના રહીશોને કોઇ ઇજા નહીં પહોંચતા આબાદ બચાવ થયો હતો.ટાંકીની નીચે વસવાટ કરતાં રહીશો હાલ ભયભીત જણાઇ રહ્યા છે.આગામી સમયમાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ- તેજગતિનો પવન ફુંકાય અને મોટી દુર્ઘટના-જાનહાની થાય તે પહેલા ગ્રા.પંચાયતના સત્તાધીશો જરૂરી પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.

રિપોર્ટર / *વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed