ફોન કરી વાત કરેલ કે આનંદી ઝાડ ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ ગયેલ છે..
પતિ એ પત્ની તરીકે રહેતી મહિલા ઉપર અન્ય પુરુષ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી ઝઘડો કરતો હતો.નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના જામની ગામના રહેવાસી ગણેશભાઈ અમરસિંહભાઈ વસાવાની બહેન આનંદીબેન આઠ મહિના પહેલા ખામપાડા ગામના દિલીપ શિવરામભાઈ વસાવા સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને તે બંને પતિ પત્નીની જેમ રહેતા હતા. છેલ્લા કેટલા સમયથી આનંદી તથા દિલીપ ઝઘડીયાના મુલદ ગામે બ્લોક બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા.
ગત માસે આનંદીબેન તેના પિયર જામની ખાતે એકલી ગઈ હતી અને તેણે તેની માતાને જણાવેલ કે દિલીપ મારા ઉપર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો કરે છે જેથી હું તેની સાથે રિસાઈને અહીં આવેલ છું અને આનંદી તેની માતા સાથે બે દિવસ તેના પિયર જામની રોકાઈ હતી, ત્યારબાદ તે તેની મરજી થી દિલીપ વસાવા પાસે મુલદ ખાતે પરત મજૂરી કામ ઉપર જતી રહી હતી. ગઈ તા.૨.૬.૨૩ ના રોજ દિલીપ ના મોબાઈલ ફોન ઉપરથી દિલીપની માતાએ આનંદીબેન ની માતા ને ફોન કરી વાત કરેલ કે આનંદી ઝાડ ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ ગયેલ હોય ઝઘડિયા દવાખાનામાં લાવેલ છે અને તે મરણ ગયેલ છે,
તે વાત સાંભળતા આનંદીની માતા તથા આનંદી ના મામા ખાનગી ગાડી લઈ રાતના સમયે ઝઘડિયા ખાતે આવ્યા હતા. તા ૩.૬.૨૩ ના રોજ ઝઘડિયા સરકારી દવાખાનામાં આનંદીબેનની લાશ જોતા તેના ગળામાં દોરી વડે ટુપો આપેલ હોય તેવા ગળા ફરતે નિશાન હતા, ત્યારબાદ ત્યાંના તબીબે આનંદીની લાશનું પીએમ કરેલ અને આનંદીના ભાઈને તથા પોલીસને જણાવેલ કે આનંદી ને ગળે ટુપો આપી મારી નાખવામાં આવેલ છે, અને ત્યારબાદ આનંદીને લાશ નો કબજો તેના ભાઈને સોંપતા તેના પરિવાર દ્વારા અને અન્ય સંબંધીઓ તેમના ગામ લઈ ગયેલા અને તેની અંતિમ વિધિ કરેલી હતી. આનંદીના ભાઈ ગણેશ અમરસિંગ વસાવાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે દિલીપ સાથે તેની બેન આનંદી છેલ્લા ૮ મહિનાથી પતિ પત્નીની જેમ રહેતા હતા અને દિલીપ શિવરામ વસાવા રહે. ખામપાડા તા. ડેડિયાપાડા એ મારી બેન આનંદી પર આડા સંબંધનો વહેમ રાખી તા.૨.૬.૨૩ ના રોજ તેના ગળે ટુપો આપી હત્યા કરેલ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
More Stories
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
દિવાળી પૂર્વે એકતા નગરને મળી વિકાસની ભેટ —— વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ