.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી. નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી,લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ. જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી ગુન્હા કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.સ્ટાફના માણસોને સુચના મળેલ હોઇ જે અનુસંધાને એ.ડીવી. પો.સ્ટે. માં BNS ની કલમ-મુજબનો ગુન્ને તા.૨૭/૧૦/૨૦૨૪ ના દાખલ થયેલ જેમાં જુનાગઢ પ્રદીપ ટોકીઝ પાસે વીરમેઘમાયા ગેઇટ પાસે ફરીયાદીનો પડી ગયેલ વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ જેની કિ.રૂ.૨૩,૯૯૯/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ, જે અંગે ફરીયાદીએ સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા નાગરીક સુવીધા માટે e-FIR એપ્લીકેશન લોન્ય કરેલ જેમા ફરીયાદી દ્વારા e-FIR એપ્લીકેશનથી ફરીયાદ કરેલ જે આધારે અત્રે એ ડિવી. પો.સ્ટે.માં ઉપરોક્ત ગુન્હો રજી કરવામાં આવેલ. જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી બી.બી.કોળીનાઓએ તથા પો.સબ.ઇન્સ જે.આર.વાઝા નાઓએ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ ગુન્હા નિવારણ શાખાના પો.સ્ટાફના માણસોને સદરહુ ગુન્હાના આરોપી તથા મુદામાલ શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા સદરહુ ચોરીમાં ગયેલ મોબાઇલ તથા આરોપીની શોધખોળમાં હતા દરમ્યાન બાતમી રાહે મળેલ કે,ઉપરોક્ત ગુન્હાના કામે ચોરીમા ગયેલ મોબાઇલ પ્રદીપ ખાડીયા મા રહેતો કરણ ઉર્ફે પીન્કી બાબુભાઈ સોમાણી જુનાગઢ પ્રદીપ ખાડીયા વાળા પાસે છે.જે હકીકત આધારે તપાસ તજવીજ કરી ચોર ઇસમને ચોરીમાં ગયેલ વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ જેની કિ.રૂ.૨૩,૯૯૯/- વાળા સાથે પકડી પાડેલ અને મોબાઇલ ને કબ્જે લઇ મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.
(૧) પકડાયેલ આરોપી કરણ ઉર્ફે પીન્કી બાબુભાઈ સોમાણી -જુનાગઢ પ્રદીપ ખાડીયા
(૨) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ-(૧) વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ જેની કિ.રૂ.૨૩,૯૯૯/-
એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.સબ.ઇન્સ જે.આર.વાઝા તથા સર્વલન્સ પો.સ્ટાફ દ્વારા મોબાઇલ ચોરીના અન-ડીટેક્ટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેક્ટ કરી ચોરી કરનાર ચોરને પકડી પાડેલ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ