Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

દિવાળી પૂર્વે એકતા નગરને મળી વિકાસની ભેટ —— વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Share to

દિવાળીની પૂર્વ સંધ્યાએ એકતાનગરને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મોટી ભેટઃરૂ.૨૮૪ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુંઃિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળે નવા પ્રોજેક્ટ્સનો પ્રારંભઃ—–
એકતા નગરમાં વિઝનરી વિકાસ: પર્યાવરણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપતી નવી પહેલ
——
સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈ બોન્સાઈ ગાર્ડન સુધીના વિવિધ વિકાસકાર્યોનું શ્રેષ્ઠ નજરાણુંઃ
——
રાજપીપળા, ૩૦ ઓક્ટોબર ૨૦૨૪: પ્રકાશપર્વ દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પુર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એકતા નગરને મોટી ભેટ આપતાં રૂ. ૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.વિશ્વની ઊંચી પ્રતિમા આસપાસ નવી સગવડો અને આરોગ્યપ્રદ સેવાઓનો ઉમેરોઃ
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઉંચાઈ મળી છે.આધુનિક આરોગ્યસુવિધાઓ અને સ્માર્ટ શહેરી આયોજનનો પ્રારંભઃ
વડાપ્રધાનશ્રીએ ૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્યસુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરુ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે.
ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતા નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે, જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું.શિલ્પકલા અને સૌંદર્ય સાથે પ્રવાસન વિકાસને વેગઃ
જુલાઈ ૨૦૨૪માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા ૨૦ દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત ૨૪ શિલ્પકૃતિઓ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાનશ્રીએ બસખાડીથી વ્યુપોઈન્ટ-૧ સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.સૌંદર્ય અને પર્યાવરણ સંરક્ષણ સાથે રિન્યુએબલ એનર્જીનું પ્રોત્સાહનઃ
વડાપ્રધાનશ્રીએ રૂ. ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે એકતા નગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ મળશે.સુરક્ષા અને લચીલા વિકાસ માટેની મહત્વની યોજનાઃ
૨૦૨૩માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો વિસ્તાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે જ, ગરૂડેશ્વર ખાતે રૂ. ૬૦ કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે, જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્ રહે.નિગમિત વિકાસ અને સુંદર ભવિષ્યની દિશામાં પ્રગતિઃ
આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે એકતા નગર માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ ટકાઉ વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ બનશે.એકતા નગર મજબૂત માળખાગત વિકાસ અને પર્યાવરણપ્રેમી નીતિઓના સંગમનું પ્રતિક બનશે.આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે મનમોહક બની રહેશે.પ્રધાનમંત્રીશ્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા પ્રકલ્પ-પ્રોજેક્ટ પ્રદર્શનિનું નિરિક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, નર્મદા નિગમના CMD અને SOU ઓથોરિટીના ચેરમેન શ્રી મુકેશ પુરી, SOUના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ અને અધિક કલેક્ટર સર્વશ્રી નારાયણ માધુ તથા ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top