October 29, 2024

ભરૂચના મયૂરપાર્ક સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

Share to

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને એલ એન્ડ ટી કંપની દ્વારા મયૂરપાર્ક સોસાયટી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ૧૦૦ થી વધુ વૃક્ષોના રોપાઓ રોપાયાં હતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક પ્રકૃતિ પ્રેમી શ્રી પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતાં. એલ એન્ડ ટી કંપની ના પ્રોજેક્ટ એસપીટી ૧૭ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમંતા દાસ, સેફ્ટી ડાયરેક્ટર બિકાસકુમાર પાણીગ્રહી, સેફ્ટી ઇન્ચાર્જ ભરૂચ પેકેજ અનુપમ પ્રધાન અને તેમની ટીમ સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

નંદેલાવ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન, ઉપસરપંચ શ્રી પ્રકાશભાઈ, તાલુકા પંચાયત મંત્રી શ્રી દિપકભાઈ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી ઇન્દ્રજીતભાઈ, નંદેલાવ ના પૂર્વ સરપંચ રતિલાલભાઈ, આદરણીય સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા. સૌ ઉપસ્થિત પ્રકૃતિ પ્રેમીઓએ શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ માં સામુહિક હનુમાન ચાલીસાનો પાઠ કરી વૃક્ષારોપણ કરી પર્યાવરણ ને સુરક્ષિત રાખવાનો સંકલ્પ કર્યો. પ્લાસ્ટિક પોલ્યુશન ને હટાવવા માટે હાનીકારક પ્લાસ્ટિક નો રોજીંદા જીવનમાં ઉપયોગ બંધ કરવા માટે કટિબદ્ધ થયા હતા.


Share to

You may have missed