તા.૨૯-૧૦-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામે ૧૦ વર્ષીય લીલા કોટવાડીયા સાંજના સંધ્યાકાળના સમયે ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી.જે દરમ્યાન દીપડાએ અચાનક જીવલેણ હુમલાથી દીકરીના શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા કરૂણ મોત નીપજ્યું હતું.દીપડાએ હુમલો કયૉની જાણ રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.મૃતક દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો.ત્યારબાદ નેત્રંગ વનવિભાગ દ્વારા ગામની આસપાસ પાંજરૂ ગોઠવીને દીપડાને પાંજરે પુરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,દીકરીના માતા-પિતા મજુરી કામ અર્થે ગયા હતા,અને દીકરી તેના દાદા સાથે રહેતી હતી ત્યારે દીપડાના હુમલામાં તેનું મોત નીપજતા પરીવારજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો. ગતવર્ષે પણ રાજાકુવા ગામની બાજુમાં જ આવેલ વણખુંટા ગામે દીપડાના હુમલામાં એક બાળકનું મોત નિપજ્યું હતું.
*વિજય વસાવા નેત્રંગ*