ઉમલ્લા રેલ્વે ફાટક પાસે બાઈક ચાલકને હાઇવા ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો..

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા બજારમાં રેલ્વે ફાટક પાસે બાઈક ચાલકને હાઇવા ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જોકે કોઈ જાણ હાની નહીં

સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ હાઈવા ચાલકે એક બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના ઉમલ્લા મેઈન બજારમાંથી નર્મદા નદીમાંથી ઉલ્લેચાતી રેતીને વહન કરી ને ભારે હાયવા ટ્રક વાહનો ની અવરજવરને લઈને અવર નવાર વેલુગામ પાણેથા ના રસ્તા માં આવતા ગામો ના લોકો અને ઉમલ્લા ના બઝાર માં ખરીદી અર્થે આવતા ગ્રાહકો સાથે અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.રેતી ના ભારે વાહનોને લઈ ઘણી વખત ઉમલ્લા મેઈન બજાર મા ટ્રાફિક સર્જાતો રહે છે અને આજરોજ પણ ઉમલ્લા રેલવે ફાટક પાસે એક બાઈક ચાલક ઉપર ગાડી ચડાવી દેતા બે યુવકો ને ફાંગડોડી નાખ્યા હતા

અને બાઈક ટ્રક ના આગળ ના ભાગની નીચે ફસડાઈ ગઈ હતી આ અકસ્માત જોતા સ્થાનિક વેપારીઓ અને લોકો એ ડ્રાઈવર ને મેથી પાક ચખાડ્યો હતો અને ટ્રકો રોકી દીધી હતી તેમજ ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રેતીના વાહનો બંધ કરવા ની માંગ કરી હતી જોકે ઘટના સ્થળે પોલીસ ના કર્મચારીઓ આવી જતા બાઈક ને ખસેડી સ્થાનિકો અને વેપારીઓ ને સમજાવી બાઈક ચાલક ને વળતર ની વાત કર્યા બાદ મામલો થાળે પડ્યો હોવાનું માલુમ પડ્યું હતું.. ત્યારે જોવું એ રહ્યું કે ઉમલ્લા મેઈન બઝાર માંથી પસાર થતા રેતી ભરેલ ભારે વાહનોની સમસ્યાનો કોઈ અંત આવે છે કે કેમ? કે પછી રેતી ના વાહનો ના કારણે કોઈ મોટી દુર્ઘટના ની વાટ જોવાય છે.. ત્યારે હાલતો તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ભરેલ વાહનો ઉપર લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે


Share to