છત્તીસગઢમાં ભીષણ અકસ્માત, બોલેરો કાર ટ્રક સાથે ટકરાઈ, ૧૧ લોકોના થયા મોત

Share to


(ડી.એન.એસ)બાલોદ,તા.૦૪
છત્તીસગઢના બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે ટકરાઈ અકસ્માત સર્જાયો અને આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના તો ફૂરચા ઉડી ગયા અને તેમા સવાર ૧૧ લોકોના મોત થયા. જેમાંથી ૧૦ તો એક જ પરિવાર લોકો હતા. મૃતકોમાં એક દોઢ વર્ષનો માસુમ બાળક પણ સામેલ છે. છત્તીસગઢમાં બુધવારે રાતે ભીષણ અકસ્માત થયો. અહીં બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે ટકરાઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા અને તેમા સવાર ૧૧ લોકોના મોત થયા. જેમાંથી ૧૦ તો એક જ પરિવારના હતા. મૃતકોમાં એક દોઢ વર્ષનો બાળક પણ સામેલ છે. આ તમામ લોકો એક લગ્નમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. અકસ્માત કાંકેર નેશનલ હાઈવે પર જગતરા પાસે થયો. એવું કહેવાય છે કે પરિવાર ધમતરીના સોરમ ગામથી બોલેરોમાં લગ્નમાં સામેલ થવા મરકાટોલા જઈ રહ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને ૫ મહિલાઓ સામેલ છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે કહ્યું કે બુધવારે રાતે આ અકસ્માત થયો. અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં સામેલ થવા માટે મરકાટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું. તેમણે જણાવ્યું કે તમામ મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે હાલ સૂચના મળી છે કે બાલોદના પુરુર અને ચારમા વચ્ચે બાલોદગહન પાસે લગ્ન કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કરમાં ૧૦ લોકોના મોત થયા છે અને બાળકીની હાલત ગંભીર છે. ઈશ્વર દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ અને તેમના પરિજનોને હિંમત આપે. ઘાયલ બાળકીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અકસ્માતમાં આ લોકોએ ગુમાવ્યા જીવ.. જેમના નામ કેશવ સાહૂ(૩૪), ડોમશ ધ્રુ (૧૯), ટોમિન સાહૂ (૩૩). સંધ્યા સાહૂ (૨૪), રમા સાહૂ (૨૦), શેલેન્દ્ર સાહૂ (૨૨), લક્ષ્મી સાહૂ (૪૫), ધરમરાજ સાહૂ (૫૫), ઉષા સાહૂ (૫૨), યોગ્યાંશ સાહૂ (૩), ઈશાન સાહૂ (દોઢ વર્ષ). સામેલ છે.


Share to