ચક્રવાત આ તારીખે બની શકે છે અને આ રીતે આ જગ્યાએથી આગળ વધશે ઃ હવામાન વિભાગ

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ચક્રવાત કઈ તરફ આગળ વધે છે તે લો-પ્રેશર એરિયા બન્યા પછી તેના ટ્રેક અંગે માહિતી આપવામાં આવશે. લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને આગળ વધતા ચક્રવાત બની શકે છે. હાલ કોઈ ચેતવણી નહીં પરંતુ દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા લોકોને સૂચિત કરવા માટે માહિતી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ૭મી મેની આસાપાસ હવાનું નીચું દબાણ બન્યા બાદ તે ચક્રવાતમાં પરિવર્તિત થઈને સક્રિય થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચક્રવાત બન્યા બાદ તેની ગતિ સહિતની વધારાની વિગતો જાણી શકાશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જાેકે, હાલ ચક્રવાતની ગતિ, તેના ટ્રેક, ચેતવણી અંગે કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની અસરોના કારણે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાત સહિતના ભાગોમાં આ વખતે મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ સાથે થઈ છે. જાેકે, ખેડૂતો માટે આ હવામાન મુશ્કેલી લઈને આવ્યું છે. દેશના હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, મે માસની ૬ તારીખે બંગાળની ખાડીમા દક્ષિણ-પૂર્વમાં સાઈક્લોનિક સર્ક્‌યુલેશન વિકસિત થઈ શકે છે, જેના કારણે ૭ તારીખે લો-પ્રેશર ક્ષેત્ર વિકસિત થઈ શકે છે, ૮ તારીખે એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં ડેવલપ થઈ શકે છે. આ ડિપ્રેશન ધીરે-ધીરે બંગાળની ખાડીમાં ઉત્તર તરફ ગતિ કરી શકે છે. જે બાદ તે સાઈક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. ૨૭મી એપ્રિલે હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્‌યુલેશન ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આની પાછળનું કારણ હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે ચક્રવાત આવે તે પહેલા જરુરી પગલા ભરવા હોય તો તે અંગે કામગીરી હાથ ધરી શકાય છે. જે માટે અગાઉથી આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ ચક્રવાત ભારતના કયા ખૂણે ટકરાશે તે હાલ કહેવું ઉતાવળ ભર્યું છે અને હવામાન વિભાગ તેના પર નજર રાખી રહ્યું છે અને વધુ વિગતો આગામી સમયમાં જણાવવામાં આવશે. બુધવારે માહિતી આપતા હવામાન વિભાગના કાર્યાલયે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળી આવ્યા છે. જેના કારણે માછીમારો અને નાવીકોએ આ વિસ્તારમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ૈંસ્ડ્ઢના વડાએ કહ્યું કે ચક્રવાતના કિસ્સામાં, પ્રદેશમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચેતવણી આપવામાં નથી આવી પરંતુ માહિતી આપવામાં આવી રહી છે કે જેથી કરીને જરુરી પગલા ભરી શકાય. ૈંસ્ડ્ઢના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આંકડાકીય મોડલ મુજબ ૯ મેની આસપાસ ચક્રવાતી તોફાન માટે સાનુકૂળ રહેવાનો સંકેત આપવામાં આવ્યા છે, પરંતુ તેની ગતિ અને તીવ્રતા ૭ મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી નક્કી કરી શકાશે. ઓડિશાના દરિયાકાંઠે તેની સંભવિત અસર વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ કહ્યું કે તેના માટે અથવા પૂર્વ કિનારે અન્ય કોઈ સ્થાન માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે ચક્રવાત વિશે માહિતી આપવાનો હેતુ માછીમારો અને શિપિંગ સાથે જાેડાયેલા લોકોને ચેતવણી આપવાનો છે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. મહાપાત્રાએ કહ્યું કે એપ્રિલ, મે અને જૂન મહિનાને ઉનાળાના ચક્રવાત માટે ગણવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસાના ચક્રવાત મહિનાઓ છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૮ દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ૧૧ વિભાગોના અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી છે. મહત્વનું છે કે જાે બંગાળની ખાડીમાં સાઈક્લોન બનશે તો તેને મોકા નામ આપવામાં આવશે, ઘણી જગ્યાએ આ નામને મોચા પણ ઉલ્લેખવામાં આવી રહ્યું છે.


Share to