ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ધોરણ ૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ

Share to

શિષ્યવૃત્તિ માટે બેન્ક એકાઉન્ટ ખોલવાના બહાને દુષ્કર્મ આચરતા ૭ મહિનાનો ગર્ભ રહી ગયો

ભરૂચના નેત્રંગના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાને સ્કોલરશીપ માટે બેક એકાઉન્ટ ખોલાવી આપી બેકના કર્મચારીએ દુષ્કર્મ આચરતા સગીરાને ૭ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે…

વર્ષ-૨૦૧૬માં નેત્રંગ તાલુકાના એક ગામની સગીરા એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરતી હતી તે સમયે બેંક ઓફ બરોડામાં સ્કોલરશીપ માટે બેંક એકાઉન્ટ ખોલાવવા ગઈ હતી. તે દરમિયાન બેંક કર્મચારી અને ચાસવડ ઝરણા ગામના અલ્પેશ અર્જુન વસાવા સાથે સંપર્કમાં આવી હતી અને અવારનવાર મોબાઈલ ફોન મારફતે વાતચીત કરી સગીરાને પ્રથમ કપડા લેવાની લાલચ આપી ગામની સીમમાં લઇ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરાના ઘરમાં પ્રવેશ કરી વારંવાર સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડિકલ તપાસ અર્થે લઈ જતા તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવતા નરાધમે સગીરાને ધમકી આપી હતી .આ અંગેની જાણ તેણીની માતાને થતા માતાએ નેત્રંગ પોલીસ મથક ખાતે બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



વિજય વસાવા નેત્રંગ


Share to