ભરૂચ પેરોલ ફ્લોની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો ..

Share to


ઝઘડિયા 13-04-2023


ભરૂચ પેરોલ ફ્લો પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પેરોલ ફ્લોની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતીકે આરોપી રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરજનસિંગ રાજપુત રહે.અમરોલી રોડ, ચોર્યાસી પાંડેસરા, મુળ રહે.બિહારનો, જે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ મર્ડરના ગુના હેઠળ ભરુચ સબજેલમાં લઇ જવાયેલ, અને ત્યારબાદ વચગાળાના જામીન મળતા છેલ્લા પાંચ વર્ષથી ફરાર થઇ ગયેલ હતો, ત્યારબાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બીજા ગુના હેઠળ મોકલી અપાયો હતો.

તે દરમિયાન ૭ દિવસના વચગાળાના જામીન પર છોડાતા આ વચગાળાના જામીન પરથી પણ ફરાર થઇ ગયેલ હતો. સદર ઇસમ નવસારી શહેર ખાતે છુપાયેલ હોવાની બાતમી મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે પેરોલ સ્કવોડની ટીમે આ આરોપીને નવસારીના દસ્તુરવાડમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ પેરોલ ફ્લો દ્વારા આ ઇસમને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.


Share to