ફીચવાડા ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત તથા મુખ્ય શિક્ષક ન હોવાનું બહાર આવ્યું

Share to

ઝગડીયા તાલુકામાં 68 થી વધુ શાળા ના ઓરડા જર્જરિત હાલતમા

ઝઘડિયા તાલુકાના ફીચવાળા ગામે માત્ર એક પ્રવાસી શિક્ષક શાળાનું સંચાલન કરે છે..

એક શિક્ષક તેજપુર શાળામાંથી વ્યવસ્થામાં આવી એક થી બે ધોરણ ના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે…..તો સવાલ એ કે તે શિક્ષકની શાળાના બાળકોના શિક્ષણ નું શું ?



ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં સરકારી શિક્ષણ બાબતે લોલમલોલ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ઝગડીયા તાલુકાના આદિવાસી વિસ્તારના શાળાના બાળકોનું ભવિષ્ય જોખમાય તેવી પરિસ્થિતિ હાલ ચાલી રહી છે..ભરૂચ જિલ્લા મા આવેલ ઝગડીયા તાલુકામાં મુખ્યત્વે આદિવાસી વિસ્તાર હોવાના કારણે ગરીબ આદિવાસી લોકો ના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હોઈ છે ત્તયારે સરકારી શિક્ષણ બાબતે સરકારી તંત્ર ખાડે ગયું હોઈ તેમ લાગી રહ્યું છે…શિક્ષણ બાબતે મોટા મોટા બનગા ફૂંકતી સરકાર ની વાસ્તવિક્તા ઉજાગર થતી હોઈ તેમ લાગી રહ્યું છે જેમાં વાત કરવામાં આવે તો ઝગડીયા તાલુકાની અંદરમાં અનેક શિક્ષકોની ઘટ પડી રહી હોવાનું બહાર આવ્યું છે જેમાં શિક્ષકો વિના જ બાળકોને શિક્ષણ અપાતું હોવાનું જાણવા મળ્યું છે..

તથા અનેક સરકારી સ્કૂલોના ઓરડા ની હાલત જર્જરિત હોવાનું પણ બહાર આવ્યું છે એક તરફ સરકાર ખાનગી શાળા ને પ્રોત્સાહન આપી રહ્યું છે તો બીજી તરફ સરકારી શાળાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે… જેમાં કહેવત મુજબ “””ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો “””જેમ વર્તન ગરીબ બાળકો સાથે થઈ રહ્યું હોઈ તેમ લાગી રહ્યું છે..સરકાર શાળા ના ઓરડા અને સ્કૂલોને રીપેરીંગ કામ તેમજ નવા બાંધકામ નથી કરી રહી અને બાળકોનું ભવિષ્ય તેમજ જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે ત્યારે ઝગડીયા તાલુકાના ફીચવાળા ગામે પણ એક પ્રવાસી શિક્ષક દ્વારા સમગ્ર શાળાનું સંચાલન થઈ રહ્યું છે તો ત્રીજા ધોરણ થી પાચમું ધોરણ ભણાવતા અને પ્રવાસી શિક્ષક અને મુખ્ય શિક્ષક ની જવાબદારી સાથે સાથે મેઘાબેન ઘણા કેટલા મહિનાઓથી શાળાનું સંચાલન પણ કરી રહ્યા છે તો અન્ય એક શિક્ષક તેજપોર ગામની શાળા માંથી વ્યવસ્થા મા આવી રહ્યા છે તો અમારા પ્રતિનિધિ દ્વારા શિક્ષક ને પૂછવા મા આવયુ હતું કે તમે અહીં વ્યવસ્થા મા આવો છો તો તમારી તેજપોર ગામની શાળા મા અભ્યાસ કેવી રીતે ચાલે છે.. તો તેમને જણવ્યું હતું કે “”તેજપોર શાળા માંજ હું નથી જતો તો કેવી રીતે અભ્યાસ કરાવું”” અહીંયા મને વ્યવસ્થા મા કહ્યું છે તો મારે તો ઓડૅર નું પાલન કરવું પડે છે અને મને મારાં બાળકો ની પણ ચિન્તા થઈ રહી છે કે તેઓ નું શિક્ષણ પણ બગડી રહ્યું છે… ત્તયારે સવાલ એ છે કે શું જિલ્લા શિક્ષણ વિભાગને આ વિશે જાણ છે ખરી? કે પછી અજાણ છે અને શું શિક્ષણ અધિકારીને આ બાબતે કોઈએ ધ્યાન દોર્યું છે ખરું ? માહિતી અનુસાર તાલુકામાં અનેક ગામોમાં પ્રવાસી શિક્ષકોને નિમણુંક આપવામાં આવી છે પરંતુ અનેક સરકારી સ્કૂલોમાં મુખ્ય સરકારી શિક્ષકો ની ઘટ પડી રહી છે જેના કારણે માત્ર એક પ્રવાસી શિક્ષક દ્વારા આખી શાળાનું સંચાલન પણ કરાવવામાં આવી રહ્યું છે…ત્યારે આ બાબતે મીડિયા એ સ્થળ તપાસ કરતા આ વિગત બહાર આવી હતી જેને લઇ અમારા DNSNEWS ના પ્રતિનિધિ દ્વારા એક અધિકારીને ધ્યાન દોરતા તેમને જણવ્યું હતું અને આ વાત ને સમર્થન આપ્યું હતું કે અનેક શાળા મા શિક્ષકો ની ઘટ પડી રહી છે અને 68 થી વધુ શાળા ના ઓરડા જર્જરીત પણ છે જેમાં 30, થી 40 ઓરડા ને રીપેરીંગ અને નવા બાંધકામ માટે મંજૂરી પણ મળી ગઈ છે ત્તયારે હાલ તો આ જર્જરિત ઓરડા ને કેટલા સમય મા બનાવામા આવે છે કે નહીં કે પછી કોઈ અકસ્માત ની રાહ જોવાય છે તથા શાળા મા શિક્ષકો ની ભરતી કરવામા આવે છે કે કેમ કે પછી આવી રીતે બાળકો ના ભવિષ્ય ભગવાન ભરોસે રહેશે તે જોવું રહ્યું..


Share to