નેત્રંગ પોલીસે એપ્રિલ માસ ના પ્રથમ અઠવાડીયામા અલગ અલગ જગ્યાએ છાપા મારી કરીને દેશી વિદેશી દારૂ નુ વેચાણ કરનારા તેમજ જુગારીઓ મળી કુલ્લે ૧૧ ને ઝડપી લીધા જ્યારે ૨ વોન્ટેડ
કુલ્લે રુપિયા ૭૩૧૦/= નો મુદામાલ જપ્ત.
નેત્રંગ, તા, ૧૧-૦૪-૨૦૨૩.
નેત્રંગ પોલીસે એપ્રિલ માસ ના પ્રથમ અઠવાડિયામા અલગ અલગ બીટ વિસ્તારોમા છાપા મારી કરીને દેશી, વિદેશી દારૂ નું વેચાણ કરનારા બુટલેગરો સહિત જુગારીયાઓ મળી ને કુલ્લે અગિયાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક ઈગલીંશ દારૂ આપનાર તેમજ સટા બેટીંગ રમાડનાર બુટલેગર વોન્ટેડ.
નેત્રંગ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમા આવતી અસનાવી બીટ, કાંટીપાડા બીટ, નેત્રંગ ટાઉન બીટ અને ચાસવડ બીટ વિસ્તારોમા ૧ એપ્રિલ થી લઇ ને ૯ એપ્રિલ ૨૦૨૩ નવ દિવસના સમય ગાળા દરમિયાન નેત્રંગ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર છાપા મારી કરી હતી. જેમા કોલીવાડા ગામે થી પ્રથમ ત્રણ જુગારીયાઓ પતા પાના નો જુગાર રમતા ઝડપાયા હતા. ( ૧).રૂપક જેસલભાઈ વસાવા રહે રઝલવાડા તા,ઝધડીયા.(૨) જેસીંગ ભાઇલાલભાઈ વસાવા રહે કોલીવાડા (૩) સંજય જેસીંગભાઈ વસાવા રહે મોટા માલપોર.
સટા બેટીંગ ના આકડા લખનારા (૧).ગણેશ રંગજીભાઈ ચૌધરી રહે મુખ્ય મૌઝા ચિત્રા ડુંગર ( ૨) દિપક છનાભાઈ વસાવા રહે પાંચ સીમ
દેશી વિદેશી દારુનુ વેચાણ કરનારા બુટલેગરો મા (૧).સુમિત્રા ભરતભાઈ વસાવા રહે સરપંચ ફળીયુ વાલપોર દેશી દારૂ (૨). સવિતા મનુભાઈ વસાવા રહે માતાજી ફળીયુ ડેબાર દેશી દારૂ (૩) મહેન્દ્ર ચતુરભાઈ વસાવા રહે મંદિર ફળીયુ ગાલીબા તાડી ૮ લીટર (૪) કિરણ માધુસીંગ વસાવા રહે બીતાડા તા,નાંદોદ જી નમઁદા. તાડી ૧૦ લિટર (૫) નગીન રતિલાલ વસાવા રહે ઉમરખેડા દેશી દારૂ ૨ લિટર (૬) દિપક છનાભાઈ વસાવા રહે પાંચ સીમ વિદેશી દારૂ નાની મોટી કુલ્લે ૩૬ બોટલ સાથે ઝડપી લઈ ઉપરોક્ત તમામ ને ઝડપી લઈ અટકાયતી પગલા ભરી કાયદેસર ની કાયઁવાહી કરેલ છે.
વોન્ટેડ આરોપીઓ મા ઈગલીંશ દારૂ આપનાર કંબોડીયા ગામનો પ્રવિણ ઉફે બટકો ગુલાબસીંગ પાટણવાડીયા તેમજ સટા બેટીંગ લેનાર જુની જામોની નો કલ્પેશ ઉફે કાલુ લક્ષ્મણભાઇ ચૌધરી ને ઝડપી પાડવાના ચકોગતિમાન તેજ કર્યા છે.
નેત્રંગ પોલીસે કુલ્લે રૂપિયા ૭૩૧૦/= નો મુદામાલ જપ્ત કરેલ છે.
રિપોર્ટર / *વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ
* નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૧૦ વષીઁય દીકરીનું કરૂણ મોત * માસુમ દીકરી બકરા ચરાવવા ગઇ ત્યારે દીપડાએ હુમલો કરતાં ચકચાર * વનવિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ——- રાષ્ટ્રીય એકતા દિવસ,૨૦૨૪ -SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત સમગ્ર પ્રવાસન સ્થળોએ રંગબેરંગી લાઇટિંગથી ચારે બાજુ રોશની