માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે આદિવાસી ઓની જમીનો પચાવનારાઓને 2.38 કરોડનો દંડ કરવામાં આવીયો.…………..આદિવાસી ઓએ લેન્ડગ્રેલિંગની સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદના પગલે પ્રાંત અધિકારી દ્વારા તપાસમાં મોટો ખુલાસો………..,…..આદિવાસીની જમીન બીનઆદિવાસી લઇ શકે નહીં, તબદિલ કરી હોય તો પણ રદ્દ થાય.

Share to



સુરત જિલ્લાનાં માંડવીતાલુકાના અરેઠ ખાતે આવેલી આદિવાસીઓની ૭૩ એ.એ.ની જમીન ઉપર કબજો કરી પરવાનગી વિના કોમર્શિયલ બાંધકામો તાણી બાંધનાર 6 વ્યક્તિ સામે પ્રાંત અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ૨.૩૮ કરોડ રૂપિયાનો દંડ ફટકારતાં ફફળાટ મચી ગઇ છે.માંડવી તાલુકાનાં અરેઠ ગામમાં રહેતાં આદિવાસી પરિવારનાં ૩૧ સભ્યોની જમીન આવેલી છે. ધનજી માવજીભાઇ અને તેમનાં પરિવારનાં નામે સરકારી રેકર્ડ ઉપર આ જમીન નોંધાયેલી છે પરંતુ તે જમીન ઉપર દબાળ કરવામાં આવતાં તેમજ બાંધકામ શરૂ કરવામાં આવતાં સમાજીક કાર્યકર આશિષ ગજેન્દ્ર ચૌધરી તેમજ સવિતા ગામિતે કલેક્ટરને ફરિયાદ કરી હતી. વર્ષ ૨૦૨૧માં બંને વ્યક્તિએ કરેલી ફરિયાદ અંગે મામલતદાર સહિતનાં અધિકારીઓએ તપાસ કરી હતી પરંતુ દોઢ વર્ષથી કોઇ પગલાં લેવામાં આવ્યાં ન હતું. માત્ર કાગળ ઉપર તપાસ ચાલતી હતી અને તપાસ અહેવાલ એક કચેરીએથી બીજી કચેરીએ મોકલવામાં આવતાં હતાં. આશિષ ચૌધરીએ કલેક્ટરને લેન્ડલિંગની કરેલી અરજી અંગે તપાસ થતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. આદિવાસીઓની જમીન ઉપર ગેરકાયદે કબજો થયો જ હતો પરંતુ શરતભંગ હતો. આદિવાસીઓની જમીન એટલે કે કલમ 73 એ.એ.ની જમીન આદિવાસી સિવાયની વ્યક્તિઓએ લીધી હતી.પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોરે સ્થળ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. અરેઠ ગ્રામ પંચાયત હદમા તળાવની બાજુમાં ગેરેજ, શ્રીક્રિષ્ના કાઠિયાવાડી ઢાબા, રામદેવરાજસ્થાની ઢાબા, શ્રીજી એન્ટરપ્રાઇસ, ઓમ સીમેનટ પેવર બ્લોક, શ્રી રામદેવ ગ્રેનાઇટ એન્ડ માર્બલ, એ.આઇ, કસ્ટર્ડસન, જ્હાનવી પેવર બ્લોક, મારૂતિ પેવર બ્લોક, જવ માતૃકપા પેવર બ્લોકનાં સંચાલકો દ્વારા પરવાનગી વિના બાંધકામ કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, રામદેવ માર્બલનાં પરેશ નંદા મારવાડી,જલારામે વેજિ એન્ડ કોટિંગનાં અંકિત માલા ચૌધરી, ભાર્ગવ વે બ્રિજ એન્ડ કોટિંગનાં મહેન્દ્ર મારવાડી તેમજ ચામુંડા ઇટ અને રેતી કપચીનો ધંધો કયારે તો રા મોર સિહતના લોકોએ કોઇ પણ પ્રકારની પરવાનગી લીધા વિના ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું હતું.

પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરે મૂળ આદિવાસી પરિવારનાં સભ્યોનાં નિવેદનો લીધાં હતાં જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમણે કોઇને જમીન વેચાણ આપી નથી કે ભાડે આપી નથી. જેથી પ્રાંત અધિકારીએ જમીન લેનાર બીનઆદિવાસી પરેશ નંદા મારવાડી સહિતનાં ચારેય વ્યક્તિઓ અને અન્યોને કુલ 2.38 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીંઆદિવાસીઓની જમીન પાર્ક સહિત તમામ બોજાઓથી મુક્ત રાજ્ય સરકાર હસ્તક કરવાનો પણ હુકમ તેમણે કર્યો હતો, પ્રાંત અધિકારીએ જમીનનો ગેરકાયદે કબ્જે કરનારા વ્યક્તિઓનાં નિવેદનો પણ લીધા હતાં જેમાં કેટલાકે જમીન ભાડેથી લીધી હોવાનું જણાવ્યું હતું જો કે તેમનો ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો.


Share to

You may have missed