“”વાદળ ગાજ્યા એટલા વરસ્યા નહિ..””. પાણેથા ગ્રામ પંચાયતે રેતીની ટ્રકો બાબતે આપેલ નિવેદન પાછુ ખેંચતા ચકચાર !

Share to

રેતી ની ટ્રકો જાહેરનામાનો અમલ કરતી થઇ ગઇ ?! કે પછી સેટિંગ ડોટ કોમ ?

લીઝ ધારકો પાસેથી અમુક ગામોના સઁગઠનો દ્વારા એમકેમ કરી રૂપિયા પડાવી લેવાની સ્કીમ ચાલતી હોવાની લોક ચર્ચા એ પણ જોરપકડ્યું

ઝગડીયા -05-04-2024

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદાના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટાપાયે રેતખનન થઇ રહ્યું છે. નર્મદા ક‍ાંઠા વિસ્તારના પાણેથા પંથકમાંથી રોજના સેંકડો રેતીવાહક વાહનો ઉમલ્લાના બજારમાંથી પસાર થાય છે. દરમિયાન ગત તા.૨૮ મીના રોજ પાણેથા ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનીજ વિભાગ ભરૂચ તેમજ ઉમલ્લા પોલીસને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે પાણેથા વિભાગમાં આવેલ રેતીની લીઝોમાંથી રેતી ભરીને જતી ટ્રકો જરુરી જાહેરનામાનું ઉલ્લંઘન કરે છે, તેમજ આને માટે ઉમલ્લા પોલીસ, ખાણ ખનીજ વિભાગ,અધિકારીઓ,લીઝ માલિકો તેમજ ટ્રકોના માલિકો વચ્ચે મેળાપીપણું હોવા બાબતનો આક્ષેપ આ રજુઆતમાં કર્યો હતો.

રજુઆત

તેમજ ઓવરલોડ જથ્થો ભરીને જતી ટ્રકો નિયમો નહિ જાળવે તો આવી ટ્રકોની હવા કાઢી નાંખીશું, એવી ચિમકી આ લેખિત રજુઆતમાં આપી હતી. આ લખાય છે ત્યાં સુધી હજુ પરિસ્થિતિ જૈસેથે જ છે, રેતીવાહક વાહનો હજુ ઓવરલોડ જથ્થો ભરીને ભીની પાણી નીતરતી રેતીનું વહન કરતા બેરોકટોક જતા નજરે પડી રહ્યા છે. પંચાયત દ્વારા લેખિતમાં કરાયેલ રજુઆતમાં એમ પણ દર્શાવાયું હતુકે ગેરકાયદેસર લાખો ટન રેતીની ચોરી થાય છે અને આને લઇને સરકારની આવકમાં ઘટાડો થાય છે. પરંતું પંચાયત દ્વારા લેખિતમાં ટ્રકોની હવા ક‍ાઢી નાંખવાની ચિમકી અપાયા બાદ પણ પોલીસ કે ખાણ ખનીજ વિભાગ દ્વારા અસરકારક પગલા લેવાયા નથી, એ પણ એક હકિકત છે. પોલીસ દ્વારા બે દિવસ પહેલા પાણેથા તરફથી આવતી ત્રણ ટ્રકો અટકાવીને તેમના વિરુધ્ધ બેફિકરાઇથી અને પુરઝડપે ચલાવવા બાબતે ગુનો નોંધ્યો હતો. પરંતું આ વાહનો ખરેખર રેતીવાહક હતા કે અન્ય તેનો કોઇ ઉલ્લેખ હતો નહિ. પાણેથા ગ્ર‍ામ પંચાયત દ્વારા ગતરોજ તા.૪ થીએ ઉમલ્લા પોલીસને લેખિતમાં લખી આપ્યુ હતુકે અગાઉ પાણેથા ગ્રામ પંચાયતના લેટર પેડ પર આપેલ લેખિત રજુઆત બાબતે આગળ કોઇ ક‍ાર્યવાહી કરવા માંગતા નથી. અને રેતીના વાહનો જાહેરનામા મુજબ ચાલે તો અમને કોઇ વાંધો નથી,જેથી અગાઉની અરજી ફાઇલ કરવા જણાવાયું હતું. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છેકે હવે અહિંથી આવજાવ કરતી રેતીની ટ્રકો જાહેરનામાનો ખરેખર અમલ કરતી થઇ ગઇ છે ખરી ?! કે પછી ટ્રકોની હવા કાઢી નાંખવાની ચિમકીનું સુરસુરીયુ થઇ ગયુ ?! એને લઇને તાલુકામાં તરહતરહની ચર્ચાઓ ઉઠવા પામી છે.રોજની સેંકડો રેતીવાહક ટ્રકો ઉમલ્લા દુ.વાઘપુરાના મુખ્ય બજારમાંથી પસાર થાય છે. ઉમલ્લાના વેપારીઓ દ્વારા બે દિવસ અગાઉ ઉમલ્લા પોલીસને બજારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા રજુઆત કરી હતી.પરંતું રોજની સેંકડો ટ્રકો ચોવીસ કલાક બજારમાંથી આવજાવ કરતી હોય, અને તેને માટે જરુરી નિયમો જળવાતા ના હોય ત્યારે ટ્રાફિક સમસ્યાનો હલ કઇ રીતે આવે ? એ પણ એક સળગતો સવાલ છે. આ બાબતે પાણેથા ગ્રામ પંચાયત, પોલીસ તેમજ વેપારી અગ્રણીને પુછતા તેમના નિવેદનો એકબીજાથી વિપરીત મળતા આ બાબતે કેવી આશા રાખી શકાય ?

પરંતું પાણેથા ગ્રામ પંચાયતે ટ્રકોની હવા કાઢી નાંખવાની લેખિતમાં આપેલ ચિમકી પછી પોલીસ સમક્ષ લેખિતમાં પોતાની રજુઆત બાબતે આગળ કશુ કરવાનું રહેતુ નથી એવો ખુલાશો કર્યો છે ત્યારે ખરેખર ગાજ્યા એટલા વરસ્યા નહિ ! એ ઉક્તિ અહિં સાચી પડતી હોય એમ લાગે છે !અને અહીંયા ક્યાંક “”ભીનું સંકેલાય ગયું”” કે ક્યાંક “”સેટિંગ ડોટ કોમ”” થઈ ગયું તેવી લોકચર્ચા થઈ રહી છે

ત્યારે લીઝ ધારકોને પણ અમુક ગામોના સંગઠન દ્વારા પૈસા પડાવી લેતા હોવાની લોક ચર્ચા ઓ થઈ રહી છે જેમાં રેતી ની ટ્રકો રોકી અને રેતી ના ડ્રાઈવરોને હેરાન પરેશાન કરી મારી ધમકાવી ટ્રકો ને નુકસાન પોહચાડી અને ટ્રક માલિકો તેમજ લીઝ ધારકો પાસે થી મોટી રકમ એંઠી લેતા હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે લીઝ ધારકો પણ હવે સેટિંગ. કોમ વારા સંગઠનો થી ચેતીને ચાલતા હોવાની વાતો મંડાઈ છે….


Share to